તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આંકલાવ, નાપા અને બાલીન્ટામાં જુગાર રમતા12 શખ્સો ઝડપાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભાસ્કર ન્યૂઝ| આણંદઆણંદ જિલ્લાના આંકલાવ તાલુકાની વીરકુવા ચોકડી ખાતે આંક ફરકનો જુગાર રમતા 4 શખ્સો ,સોજીત્રા તાલુકાના બાલીન્ટા ગામે પત્તા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આંકલાવ પોલીસે બાતમી આધારે વીરકુવા ચોકડી પાસે છાપો મારી આંક ફરકનો જુગાર રમતા વિનુભાઈ ગોહેલ, ફારૂબભાઇ વ્હોરા, સુરેશભાઈ ચૌહાણ અને સતીશભાઇ કાંતિભાઈ રાણા (રહે. આંકલાવ)ને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂા 14,700ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં સોજીત્રા પોલીસે દારૂ-જુગારની બદી અટકાવવા સારુ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી આધારે છાપો મારી જુગાર રમતા રમણભાઈ રાઠોડ, પ્રવીણભાઈ રાઠોડ, શિવરામભાઈ રાઠોડ (ત્રણેય રહે. મઘરોલ) અને જશુભાઈ પરમાર, ફતેસિંગભાઈ સોલંકી (ભલાડા )ને જુગાર રમવાના સાધનો તેમજ રોકડ રકમ સહિત રૂા 5520ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો કર્યો હતો.

ત્રીજા બનાવમાં બોરસદ રૂરલ પોલીસે બાતમીના આધારે છાપો મારી પત્તા પાનાથી હારજીતનો જુગાર રમતા ઈમરાનભાઈ વ્હોરા, સોહિલભાઈ મહમંદભાઇ વ્હોરા અને મોજુદખાન પઠાણ (નાપા તળપદ)ને રોકડ રકમ સહિત ર770ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા

અન્ય સમાચારો પણ છે...