અસહ્ય ગંદકી:આણંદ ગણેશ ચોકડીથી વઘાસી માર્ગ પર ગંદકીના સામ્રાજ્યથી પરેશાની

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઘાસી માર્ગ પર ધરતીપાર્ક, ગુરૂવંદના સોસાયટી બહાર અસહ્ય ગંદકીના પગલે રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. - Divya Bhaskar
વઘાસી માર્ગ પર ધરતીપાર્ક, ગુરૂવંદના સોસાયટી બહાર અસહ્ય ગંદકીના પગલે રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે.
  • ધરતીપાર્ક, ગુરૂવંદના સોસાયટી બહાર અસહ્ય ગંદકીથી રોગચાળો ફેલાવવાનો સ્થાનિકોમાં ભય

આણંદ ગણેશચોકડીથી વઘાસી માર્ગ પર ધરતીપાર્ક, ગુરૂવંદના સોસાયટી બહાર અસહ્ય ગંદકીના પગલે રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે. તેમજ ગંદકીના પગલે ગાયોનો ત્રાસ વધી ગયો છે. આ વિસ્તારમાં 50 થીવધુ સોસાયટીઓ આવેલી છે. વઘાસી ગ્રામ પંચાયત વિસ્તાર અને આણંદ પાલિકામાં કેટલોક વિસ્તાર લાગે છે. તેના કારણે આ વિસ્તારમાં તકેદારી રાખવામાં આવતી નહીં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

આણંદ ગણેશચોકડી થી વઘાસી ગામ તરફ જતો માર્ગ રહેણાંક વિસ્તાર તરીકે ખૂબ જ વિકાસ પામી રહ્યો છે.ફાટક સુધીનો વિસ્તાર આણંદમાં જ્યારે ફાટક પછી થી વઘાસી તરફ નો વિસ્તાર વઘાસીમાં આવે છે.ફાટક પછીના રોડ પરના વિસ્તારમાં લગભગ આશરે 50થી પણ વઘુ સોસાયટી છે.આ વિસ્તારમાં બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને વાહનોની અવરજવર વધુ રહે છે. દુઃખ ની વાત એ છે કે આ રોડ પર બેફામ રીતે કચરો ઠલવાઈ રહયો છે, સ્વચ્છતાનું નામ નિશાન નથી. ખાસ અત્યારે જયારે કોરોના મહામારી માં થી બેઠા થઈ રહ્યા છીએ ત્યાં તો કચરો અને ગંદકીના કારણે મચ્છર જન્ય રોગો માથું ઉંચકી રહ્યા છે.

આ બઘું જાણે ઓછું હોય તેમ ખાસ સવાર સાંજ અને આખો દિવસ રખડતી ગાયો આખા રસ્તા પર અડિંગો જમાવે છે ને લોકો અવરજવર માટે અસહ્ય અને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે . જો તંત્ર વેળાસર જાગશે નહિ તો ગંદકી અને રખડતી ગાયો કોઈ મોટી આફત ચોક્કસ ઊંભી કરશે. અત્યારે તો આખો વિસ્તાર ભય હેઠળ દિવસો કાપી રહયો છે. આ વિસ્તાર ના રહીશો ની માગણી છે કે રખડતી ગાયો અને ગંદકી નો સત્વરે નિકાલ થાય.

અન્ય સમાચારો પણ છે...