તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આંકલાવમાં ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતા પરેશાની

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તળાવની મરામત ન થતાં માર્ગ-ખેતરોમાં પાણી ઘૂસ્યા

આંકલાવ ન.પાલિકાના વિસ્તારમાં આવતા અને ગટરના પાણીના નિકાલ માટે આંકલાવ વાઘરીયા તળાવમાં નિકાલ થાય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ તળાવની મરામત ન થતા ગટરનું દુષિત પાણી માર્ગ પર તેમજ ખેતરોમાં ઘૂસી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ અંગે અવાર-નવાર આંકલાવ નગરપાલિકાને રજુઆત કરવામાં આવી છે. છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાતી નથી. આંકલાવ થી આમરોલ માર્ગ પર પસાર થતી અને કેનાલની દૂષિત પાણીનો કાંસ સીધો આંકલાવ વાઘરિયા તળાવમાં ગટરના પાણી છોડવામાં આવે છે. પરંતુ પાણીનો અહીંથી યોગ્ય નિકાલ ન થતા ગટરના દુષિત પાણી માર્ગ પર અને ખેતરોમાં ઘૂસી જતા વ્યાપક નુક્શાન થવા પામ્યું છે.જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવાં મળ્યો છે. સ્થાનિકો દ્વારા ન.પાલિકાને રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરાતી નથી.

રજુઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી
આ ગટરના પાણી છેલ્લા કેટલાય સમયથી ખેતરોમાં ઘૂસી જાય છે અને કરેલા પાકને નુકશાન થાય છે જવા આવવા માટે રસ્તા પર પાણી ફરી વળતા હોવાથી અવર જવર પણ બંધ થયી જાય છે રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરતું નથી. - દિલુભા જશુભા રાજ, સ્થાનિક રહીશ,આંકલાવ

ટૂંક સમયમાં કામ શરૂ થશે
હાલ ન.પાલિકાએ પારા મજબૂતી કરવા માટે જાહેરાત બહાર પાડી છે.વધુમાં GWSSB દ્વારા ઓક્સિડેશન પોન્ડને stp બનાવવા માટે ટેન્ડરીંગ કરેલી છે. અેજન્સી નક્કી કરેલી છે. ટૂંક સમયમાં કામ શરૂ જશે જેથી વર્ષો જુના પ્રશ્નોનું નિરાકરણ થયી જશે. આ પ્લાન્ટ દ્વારા દુષિત પાણીનું શુધ્ધિકરણ થશે જેથી ખેડૂતોને પાક માટે લાભ થશે. - એચ.ડી.શેખ, ચીફ ઓફિસર, આંકલાવ ન.પા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો