આણંદ શહેરની ગ્રીડ ચોકડી થી લઇને જીટોડિયા રોડ સુધી એમજીવીસીએલ દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંર્તગત વીજલાઇનનું સમાર કામ હાથધરવામાં આવ્યું હતું. રવિનારના રજાના દિવસે સવારે 5 કલાકથી વધુ સમય વીજળી બંધ રહેતા કાળઝાળ ગરમીમાં નગરજનો પરેશના થઇ ગયા હતા.
આણંદની બોરસદ ચોકડી, જીટોડિયા રોડ, જાગનાથ મહાદેવ સહિત લોટીયાભાગોળ, ટાઉનહોલ રોડ વિસ્તારમાં સવારના 8 વાગ્યાથી એમજીવીસીએલ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેના કારણે 30 હજારથી વધુ નગરજનોની રવિનારની રજા બગડી હતી. ટાઉનહોલ પાસે વીજફોલ્ટ થતાં વધુ એક કલાક લાઇટો બંધ રહી હતી. બપોરે 2 વાગ્યાના અરસામાં લાઇટો આવી હતી.
40 ડિગ્રી વધુ તાપમાન વચ્ચે વીજળી ન હોવાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. જયારે આ સમયગાળા દરમિયાન એમજીવીસીએલના બંને ડિવીઝનમાં થઇને 27 જેટલા ગ્રાહકો ફરિયાદ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.