મુશ્કેલી:ગ્રામ્ય વિસ્તારના 60 ઉપરાંતના રૂટ રદ કરાતાં મુસાફરોને મુશ્કેલી

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થિનીઓને મફત મુસાફરીની યોજનાનો છેદ ઉડ્યો

આણંદ િજલ્લામાં ત્રણ વર્ષ અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં 350થી વધુ રૂટ દોડાવવામાં આવતાં હતા. જે હાલમાં 80 ટકા રૂટ રદ કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં 40 હજારથી વધુ વિદ્યાર્થિનીઓ સરકારની મફત મુસાફરીનો એસટી બસનો પાસ ધરાવે છે. પરંતુ પોતાના ગામમાં એસટી બસ આવતી નહીં હોવાથી વિદ્યાર્થિનીઓને ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. જેથી સરકારી વિદ્યાર્થિનીઓ માટે મફત મુસાફરીની યોજના પર પાણી ફરી વળ્યું છે. અગાઉ નાનકડાં ગામમાં શાળાના સમયને ધ્યાને રાખીને સવારે 10 વાગ્યા અને સાંજે સાડા પાંચ કલાકે એસ.ટી. રૂટ દોડતા હતા જે હાલમાં આ તમામ રૂટો બંધ છે.

બોરસદ તાલુકાના કંકાપુરા સહિત અંતરિયાળ ગામોમાંથી શહેરમાં અવરજવર કરવા માટે એક માત્ર એસટી બસ હતી. પરંતુ છેલ્લા દોઢ બે વર્ષથી ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. કંકાપુરા ગામે અગાઉ વિદ્યાર્થીઓને અવરજવર માટે 6 થી વધુ રૂટ દોડતા હતા. જે હાલમાં બંધ છે.

આવી રીતે જિલ્લાના 8 તાલુકામાં અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં ત્રણથી ચાર રૂટ દોડતા હતા. તે તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હાલમાં એસટી બસની સુવિધા છીનવાઇ ગઇ છે. તેના કારણે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પણ ખાનગી વાહનોમાં અવરજવર કરવી પડે છે. તો વળી કેટલાંક વાલીઓને પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે સ્કુલવાનનો આશરો લેવો પડયો છે.

અન્ય સમાચારો પણ છે...