ટ્રીપલ અકસ્માત:કારનું ટાયર ફાટતાં ટ્રીપલ અકસ્માત : એક ઈજાગ્રસ્ત

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાર રેલાતાં સામેથી આવતી બાઈક અને રીક્ષા સાથે અથડાઈ હતી

સોજિત્રા પાસે કારનું ટાયર ફાટતાં કાર રેલાઈ હતી અને સામેથી આવી રહેલી રીક્ષા અને એક બાઈક ચાલક યુવક સાથે અથડાઈ હતી. શનિવારે બપોરે સર્જાયેલા આ ટ્રીપલ અકસ્માતમાં એકને ઈજા પહોંચી હતી. સુરતના મોટા વરાછા ખાતે રહેતા જનકભાઈ દેવશીભાઈ સતાણી મિત્ર ભુપત લાભુ સાવલીયા સાથે શનિવારે સાંજે રાજકોટથી સુરત જવા નીકળ્યા હતા.

દરમિયાન, રસ્તામાં તેઓએ વડતાલ મંદિરે દર્શનાર્થે જવાનું વિચાર્યું હતું. જેને પગલે તેઓએ પોતાની કાર લઈને બગોદરા ચોકડી, તારાપુર ચોકડી થઈ સ્વામિનારાયણ મંદિરે જતા હતા. તેઓ બપોરે બે વાગ્યે સોજિત્રા ચોકડીથી થોડે દૂર પહોંચ્યા એ સમયે અચાનક તેમના ડ્રાઈવર સાઈડનું પહેલું વ્હીલ ફાટ્યું હતું. જેને પગલે કાર રેલાઈ હતી અને જમણી તરફ રેલાતાં સામેથી આવતી રીક્ષા અને બાઈક સવારને અડફેટે લીધા હતા. જેમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે સોજિત્રા પોલીસ સ્ટેશને તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...