ધ્વજની ફાળવણી:આણંદમાં વોર્ડ દીઠ સ્ટોલ પરથી તિરંગો ખરીદી શકાશે

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

હર ઘર તિરંગા અભિયાન હેઠળ આણંદ પાલિકા દ્વારા શહેરના 1 થી 13 વોર્ડમાં સ્ટોલ ઉભા કરીને 22 હજાર ત્રિરંગાનું આગામી શનિવારે વેચાણ શરૂ કરાશે. ત્યારે રાજય સરકારે આણંદ નગર પાલિકાને 22 હજાર ધ્વજની ફાળવણી કરવામાં આવનાર હોવાથી પાલિકાએ એકશન પ્લાન તૈયાર કરીને તડામાર તૈયારીઓને અત્યારથી આખરી ઓપ આપી દેવાયો છે.

આણંદ નગર પાલિકાના ચીફ ઓફિસર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા આગામી 13મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનને તેજ બનાવવાના ભાગરૂપે નગર પાલિકાને ત્રિરંગાનું વેચાણ માટે 22 હજાર ધ્વજની ફાળવણી કરવામાં આવશે. આગામી શનિવારે નગર પાલિકાને ધ્વજની ફાળવણી કરવામાં આવનાર હોવાથી તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કુલ 1 થી 13 વોર્ડમાં સ્ટોલ ઉભા કરવામાં આવશે .જેમાં રૂા. 25 અને રૂા.18માં અલગ અલગ સાઇઝ મુજબના ત્રિરંગાનું વેચાણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...