તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલી:આણંદમાં મુસ્લીમ સમાજ દ્વારા વીરશહીદને શ્રદ્ધાંજલી

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહીદો અમર રહોના નારા લગાવ્યા

જુનાગઢના તલાલા ગામના અને ભારતીય સેનામાં ફરજ બજાવતો યુવાન અરુણાચલ પ્રદેશમાં દેશની રક્ષા માટે ફરજ બજાવતા સર્જાયેલા અકસ્માતમાં શહીદ થતા આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર મુસ્લીમ સમાજ દ્વારા મીણબત્તી પ્રગટાવી શહીદો અમર રહોના નારા સાથે યુવાનને શ્રદ્ધાંજલી આપી વહોરેલી શહીદીને બીરદાવી હતી. મળતી વિગતો અનુસાર જુનાગઢના તલાલાનો ઈમરાન સાયલી ભારતીય સેનામાં નાયક પદે ફરજ બજાવતો હતો અને દેશની રક્ષા કાજે અરુણાચલ પ્રદેશના પહાડી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ભારતીય સેનાનું વાહન દસ કિ.મી. ઉંડી ખાઈમાં પડતા સર્જાયેલા અકસ્માતમાં ઈમરાન સાયલી શહીદ થયો હતો. શહીદ થયેલા ઈમરાન સાયલીને શહેરના મુસ્લીમ સમાજે તેની સહાદતને બીરદાવી હતી.

આણંદમાં ભાલેજ રોડ, ઈસ્માઈલનગર પાસે મુસ્લીમ સમાજના સામાજીક સીરાજશા દિવાન, ઐયુબભાઈ બુઈ, રીજવાનભાઈ મેમણ, ડો. સુબેખાન પઠાણ, જાકીરભાઈ માસ્તર, યાસીનભાઈ લુહારે વીર શહીદ ઈમરાન સાયલીની તસ્વીર પાસે મીણબત્તીઓ પ્રગટાવી શહીદો અમર રહોના સુત્રોચ્ચાર સાથે શ્રદ્ધાંજલી અર્પી હતી અને સહાદતને બિરદાવી સમગ્ર સમાજ તેની વહોરેલી શહીદી પર ગર્વ લેવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો