• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Tribhuvandas Started Village Village Health Centers, More Than Two And A Half Lakh People Benefit From Free Treatment Every Year.

મન્ડે પોઝિટિવ:ત્રિભુવનદાસે ગામે ગામ આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યા હતા, વર્ષે અઢી લાખથી વધુ લોકો ફ્રી સારવારનો લાભ લે છે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગર્ભાએ ટોણો માર્યો કે આવતો જન્મ ભેંસનો મળે તો સારવાર મળે

અમૂલ ડેરી સાથે સંકળાયેલ ત્રિભુનદાસ ફાઉન્ડેશનનો પ્રારંભ 1980ના દાયકમાં આણંદ ખાતે થયો હતો. ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોના પરિવારને આરોગ્ય સેવા પુરી પાડવા માટે આગવી સુજ્જ ધરાવતા ત્રિભુવનદાસ પટેલે શરૂ કરી હતી. 70ના દાયકમાં બૃહદ ખેડા જિલ્લામાં અમૂલ ડેરીના દૂધ મંડળીઓ પગલે ગામે ગામ પશુ સારવાર પહોચી હતી.પરંતુ માનવી સારવાર માટે કોઇ જ વ્યવસ્થા નથી. તેઓને દુઃખ પીડાઇને જીંદગી વિતાવી પડી હતી. 1972માં એક વખત ત્રિભુવનદાસ પટેલ બાલાસિનોર અંતરિયાળ ગામની મુલાકાત લીધી હતી.

ત્યારે સર્ગભા મહિલાએ ટોણો ત્રિભુનદાસ પટેલને ટોણો માર્યો હતો. કે આવતા જન્મમાં ભગવાન મને ભેંસનો અવતાર આપે તો સારૂ જેથી પટેલ પુછયુ કે કેમ બહેને આવું બોલો છે. સર્ગભાએ જણાવ્યું હતું કે છેવાડા ગામમાં ભેંસની સારવાર માટે ડોકટર મળી રહી છે. માનવીની સારવાર માટે ની કોઇ જ વ્યવસ્થા નથી. મહિલાની આ વાત ત્રિભુવદાસ પટલને ખટકી ગઇ હતી. તેમણે માત્ર 5 વર્ષના ગાળામાં અમૂલ ડેરીની મંડળી હોય ત્યાં તમામ પશુપાલકો અને ખેડૂતોને આરોગ્ય સેવા મળી રહી તે માટે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન હેઠળ આરોગ્ય સેવા માટે ગામે ગામે સેવિકા મુકીને આરોગ્ય કેન્દ્ર શરૂ કર્યા હતા.

તે સંસ્થા આજે 1000થી વધુ ગામોમાં વિના મૂલ્યે આરોગ્ય સેવા પુરી પાડી રહી છે. આ સેવાનો લાભ દર વર્ષે અંદાજે 2.57 લાખ દર્દીઅો લઈ રહ્યાં છે. જ્યારે 1385 સગર્ભા સ્ત્રીઅોની ડિલિવરી કરવામાં આવે છે. આજે ગ્રામ્ય વિસ્તારની જનતા ત્રિભુવનદાસ પટેલની આ સેવાને બિરદાવી રહી છે.

આ કાર્યક્રમને પીઠબળ આપવા માટે પ્રસુતિ ગ્રુહ અને નિષ્ણાત તબીબોની સેવા સંસ્થાના આણંદ અને કપડવણજ કેન્દ્ર પર ઉપલબ્ધ છે. ઉપરાંત, ઓપીડી ચિકિત્સા સેવાઓ સંસ્થાના આણંદ કેન્દ્ર અને ચાર પેટાકેન્દ્રો (કપડવંજ, ખેડા, તારાપુર અને બાલાસિનોર) પર ઉપલબ્ધ છે. સમયની સાથે તેમા વિવિધ સેવાઓનો ઉમેરો થયો છે. તેમા મુખ્યત્વે આણંદ ખાતે ફિઝિશિયન ઓપીડી, દાંતરોગોની સારવાર, ફિઝિયોથેરાપી અને સગર્ભા બહેનો માટે સોનોગ્રાફી વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...