દુખદ:આદિવાસી યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો, આત્મહત્યા કેમ કરી તે રહસ્યઃ મૃતદેહ જોવા ટોળાં ઉમટ્યા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરમાં લાંભવેલ રોડ ઉપર આવેલી એક હોટલ પાછળના માર્ગ પર રાત્રિના યુવકે વીજપોલ સાથે દોરીનો રસ્સો બાંધી મોતને વ્હાલું કરી લીધું હતું. જોકે, મોડી સાંજ સુધી તેણે આત્મહત્યા કેમ કરી તે રહસ્ય રહ્યું હતું. આ મામલે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદ શહેરમાં લાંભવેલ રોડ ઉપર ગજેબો હોટલ પાછળના માર્ગ ઉપર આવેલા વીજ પોલ પર બુધવારે સવારે અજાણ્યા યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ લટકતો જોતાં જ લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

બીજી તરફ આ બનાવની જાણ આણંદ શહેર પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે અજાણ્યા મૃતક યુવકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી હતી. જેમાં મૃતક મોબાઈલ ટાવર પાસે રહેતો 30 વર્ષીય પ્રકાશ મંગળા મેડા (મૂળ રહે. ઝાલોદ જી. દાહોદ) હોવાનું થયું હતું. મૃતકનો ભાઈ ટીનાભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેણે પોલીસને મૃતક પોતાનો ભાઈ હોવાની ઓળખ આપી હતી. પોલીસ દ્વારા તપાસમાં મૃતક પરણિત હોવાનો અને તેને સંતાનમાં ચાર બાળકો હોવાનું ખૂલ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણ હોવાનું લાગી રહ્યું છે. જોકે, પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...