અનોખી પહેલ:UPL કંપની ભારતના દરેક ખૂણે નાગરિકના નામથી વૃક્ષની વાવણી કરશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રિ-દિવસીય સમિટમાં કંપનીના સ્ટોલની અનેક લોકોએ મુલાકાત લીધી

આણંદ કૃષિ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય પ્રિ-વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2021 - એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ અંતર્ગત અહીં સમગ્ર દેશમાંથી અનેકવિધ નાની-મોટી કંપનીઓના સ્ટોલ લાગ્યા હતા. જે પૈકી કૃષિ ક્ષેત્રે અગ્રણી યુપીએલ (યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ)ના સ્ટોલની આગવી પહેલ મુલાકાત લેનારા માટે અલગ છાપ અંકિત કરતું હતું.

કૃષિ ક્ષેત્રે વિવિધ સંશોધનો, ખાતર, ફૂગનાશક દવા, વિશ્વ કક્ષાના બીજ, પાક ઉત્તેજન અને તેનું પોષણ, પાકની ઉપજમાં વધારો સહિત સામાજિક જવાબદારીઓ સાથે જોડાયેલી આ કંપનીએ ભારતમાં અસરકારક ફ્યુમીગેશન સોલ્યુસન્સ દ્વારા અંદાજિત 60 મિલિયટન મેટ્રીક ટન અનાજ બચાવ્યું છે. ત્યારે બીજી તરફ સમગ્ર વિશ્વ હવે ગ્લોબલ વોર્મિગની સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે ત્યારે કંપની દ્વારા વૃક્ષ વાવવાની અનોખી પહેલ કરવામાં આવી છે. છેલ્લાં ચાર વર્ષમાં કંપની દ્વારા 70 હજારથી વધુ વૃક્ષ દેશના અલગ-અલગ ભાગમાં વાવવામાં આવ્યા છે.

ત્યારે આણંદ સ્થિત પ્રિ-વાઈબ્રન્ટ સમિટમાં સ્ટોલમાં પણ કંપની દ્વારા મુલાકાત લેનારા દરેક નાગરિકના નામથી વૃક્ષ વાવવામાં આવે તેવી નેમ સાથે તેમણે પાંચ સ્ટોર ઊભા કર્યા હતા. સ્ટોર પર મૂકેલા ટેબ્લેટમાં નામ, નંબર અને ઈ-મેઈલ એડ્રેસ સાથેની વિગતો ફીડ કર્યા બાદ જે તે વ્યક્તિના નામથી કંપની સર્ટીફિકેટ આપશે અને તેમના નામથી દેશના કોઈ એક ખૂણે વૃક્ષ વાવવામાં આવશે. ત્રણ દિવસના કાર્યક્રમ દરમિયાન અનેક વ્યક્તિઓએ સ્ટોરની મુલાકાત લઈ પોતાના નામથી વૃક્ષ વાવવાના ભગીરથ કાર્યમાં કંપનીને સાથ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...