તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનવિભાગની ઘોર બેદરકારી:આણંદ - ખેરડા બસ પર વૃક્ષની ડાળી પડી, મુસાફરોનો બચાવ, બસના આગળના બંને કાચ તૂટી ગયા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ થી ખેરડા તરફ પસાર થતી એસટીને બેડવા આરટીઓ પાસે વૃક્ષનું ઝાડ પડવાથી અસ્કમાત સર્જાયો હતો. જો કે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. - Divya Bhaskar
આણંદ થી ખેરડા તરફ પસાર થતી એસટીને બેડવા આરટીઓ પાસે વૃક્ષનું ઝાડ પડવાથી અસ્કમાત સર્જાયો હતો. જો કે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
  • 25 મુસાફરો સાથે બસ બેડવા પાસેથી પસાર થતાં બનેલી ઘટના

આણંદ જિલ્લામાં વન વિભાગની બેદરકારીનો ભોગ બનતા એસટીના મુસાફરો ચમત્કારિક બચ્યા હતા. રસ્તાની બંને બાજુ ઘટાટોપ વૃક્ષોની વચ્ચેથી પસાર થતી બસ પર એક ઝાડની ડાળખી તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં બસના આગળના કાચ તૂટી ગયા હતા પરંતુ 25 જેટલા મુસાફરોનો બચાવ થયો હતો. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સોમવારે બપોરે દોઢ કલાકે આણંદથી ખેરડા મુસાફરો ભરીને એસટી બસ પસાર થઇ રહી હતી તે સમયે જ બેડવા પાસે ઘટાદાર વૃક્ષની મોટી ડાળ એકાએક નમીને બસ પર પડી હતી.

બસચાલકે ડાળથી બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રસ્તો સાંકડો હોવાથી ચાલકના પ્રયાસ છતાં તે બસના આગળના ભાગ પર પડી હતી અને આગળના બંને કાચ તૂટી ગયા હતા. દુર્ઘટનામાં પેસેન્જર્સને ઇજા થઇ નહતી. આ અંગે આણંદ ડેપો મેનેજર એસ.એ.પાંડે જણાવ્યું હતું કે,બેડવા પાસે વૃક્ષ ધારશાયી થતાં આણંદ થી ખેરડા બસ પસાર થતી વખતે ડ્રાયવર સાઇડના કાચ તુટી ગયા હતા. બનાવની જાણ થતાં બીજી બસ સ્થળ પર મોકલી આપી મુસાફરોને તેમાં રવાના કરાયા હતા.

આણંદ જિલ્લામાં ચારેકોર રસ્તાની બંને બાજુ ઘટાટોપ વૃક્ષો આવેલા છે. સામાન્ય રીતે ચોમાસા પહેલા તેની વધેલી ડાળીઓને કાપવાની હોય છે પરંતુ વનવિભાગની બેદરકારીના કારણે આ પ્રકારની કામગીરી સમયાંતરે કરાતી નથી . જેના પગલે આ પ્રકારની દુર્ઘટના બને છે. જો બસના બદલે આજે કોઇ નાનું વાહન હોત તો ઘટના જીવલેણ બની હોત.

અન્ય સમાચારો પણ છે...