ઋતુજન્ય રોગચાળા:આણંદની મિની સિવિલમાં 10 દિવસમાં 1643 દર્દીની સારવાર

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં ઋતુજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો

આણંદમાં શરદી, ઉધરસ, તાવ, વાયરલ ઇન્ફેકશનના કેસમાં ભારે વધારો નોંધાયો છે ત્યારે શહેરની સિવિલ હોસ્પિ.માં સવારથી દર્દીઓની લાઇન લાગે છે. હોસ્પિ.માં છેલ્લા 10 દિવસમાં શરદી, તાવ, ખાંસી જેવી વાયરલ બીમારીના 1643 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આજે શુક્રવારે પણ 100 થી વધુ દર્દીને તપાસવામાં આવ્યા હતા.

આ અંગે આણંદ મિની સિવીલ હોસ્પિ.ના મુખ્ય જીલ્લા તબીબી અધિકારી જે. વી. પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા દસ દિવસ દરમ્યાન વાયરલ બીમારીના 1647 કેસ નોંધાયા છે. જેમા ફેફસાંમાં ઈન્ફેકશનના કુલ 927 દર્દીઓ મળી આવ્યા હોવાથી સારવાર કરાઈ રહી છે. કોરોનાની સારવાર માટે 30 બેડ તૈયાર કરાયા છે. જેમાં શુક્રવારે બે દર્દીઓને દાખલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...