તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદમાં રેવન્યુ તલાટીના બદલીના આદેશ કરાયા, વહીવટી કારણોસર બદલીઓ કરાઈ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જીલ્લા કલેકટર કચેરીના સૂત્રોએ જણાવેલ કે જીલ્લામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા આણંદ મામલતદાર કચેરીના કુ.કે.એન.પટેલને ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે, આણંદ કસ્બા તલાટી કચેરીના વાય.એમ.પરમારની ઉમરેઠ, આણંદ શહેર મામલતદાર કચેરીના એચ.જી.વ્યાસની ખંભાત મામલતદાર કચેરી, ઉમરેઠ મામલતદાર કચેરીના કે.પી.પરમારની આણંદ મામલતદાર કચેરી, ઉમરેઠ મામલતદાર કચેરીના એન.આર.ભોઈની આણંદ શહેર મામલતદાર કચેરી અને બોરસદ મામલતદાર કચેરીના વી.એમ.વાધેલાની આણંદ શહેર મામલતદાર કચેરી ખાતે બદલીઓ કરાઈ હતી. જો કે બદલી પામેલા રેવન્યુ તલાટીઓને તાત્કાલિક હાજર થવાની પણ સ્પષ્ટ શબ્દોમાં સચના આપી જણાવાયુ હતુ.આમ કલેકટર દ્વારા એકાએક બદલીઓનાં પગલે સરકારી કર્મચારીઓમાં ચર્ચાઓનો પણ વિષય બની ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...