તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:જિલ્લામાં ત્રણ PSI સહિત 87 પોલીસકર્મીની બદલી

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષથી વધુ સમય માટે ફરજ બજાવતા 44ને ખસેડાયા

આણંદ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા અજીત રાજયાણ દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઈ સહિત 87 એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલીનો ગંજીફો ચીપ્યો છે. મોટાભાગના કિસ્સામાં પાંચ વર્ષથી વધુ સમયથી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેની બદલી કરવામાં આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.

જિલ્લા પોલીસ વડા દ્વારા વિદ્યાનગરમાં ફરજ બજાવતા પીએસઆઈ એ.એસ. રબારીને ભાદરણ ખાતે, ભાદરણના કે.એસ. ચૌધરીને વિદ્યાનગરમાં અને ખંભોળજના એ.એસ. શુક્લને આણંદ શહેરમાં બદલી આપવામાં આવી છે. બદલી વહીવટીય કારણોસર કરાઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ મૂળજી, શૈલેષ માવજીને આણંદ ગ્રામ્યમાંથી મહેળાવ અને પેટલાદ ગ્રામ્યમાં, ખંભોળજના સુરેશકુમાર પૂંજારામને પેટલાદ ગ્રામ્યમાં, કાંતિભાઈ ઈશ્વરભાઈ અને મગનભાઈ બદાભાઈને પેટલાદ શહેરમાં વિરસદ અને સોજિત્રામાં જ્યારે પેટલાદ ગ્રામ્યમાંથી જશુભાઈ ખોડાભાઈને આંકલાવ પોલીસ સ્ટેશનમાં બદલી અપાઈ છે.

આ સિવાય, હેડ કોન્સ્ટેબલ નિલેશ કનુ, જશવંત રામચંદ્ર, ભૂપત ગોવિંદ, જીલુભાઈ બાણાભાઈ, સુરેશ ટોયા, હિતેશ વિરેન્દ્ર, બિપીન રાજાજી, ઈશ્વર ચતુર, અરવિંદ કરસન, વિજય કાંતિ, એએસઆઈ, જશવંત ભાઈલાલ, દિનેશ આશા, રામા વેલા, દિલીપસિંહ મહીજી, પ્રવિણ ગાંડાભાઈ સહિતના 87 પોલીકર્મીઓની બદલી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...