તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:આણંદ -ખેડા ના10 તલાટી સહિત 16 કર્મીઓની બદલી

આણંદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડીડીઓએ આંતરીક બદલીનો ગંજીપો ચીપ્યો
 • અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવતાં ખળભળાટ

આણંદ-ખેડા જિલ્લાના 10 તલાટીઓ અને મુખ્યસેવિકા સહિત 16 કર્મચારીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. આણંદ જિલ્લાના તલાટી કમ મંત્રી દિગ્વિજસિંહ.બી.ગોહિલ, ચેતનભાઇ પી શર્મા, સાજીયાબાનું આઇ મલેકની બદલી અમદાવાદ ખાતે કરવામાં આવી છે. જયારે તલાટી સુરેશભાઇ ડાભીની બદલી મહિસાગર જિલ્લામાં કરવામાં આવી છે. જયારે મુખ્ય સેવિકા ભગવતીબેન પંડયાની બદલી પણ અમદાવાદ ખાતે કરવામાં આવી છે.

જયારે ખેડા જિલ્લાના તલાટી કમ મંત્રી જયોતિકાબેન જે પટેલ,કનુભાઇ જે રબારી,મહેન્દ્રસિંહ વી ચૌહાણ અનેભેમાભાઇ બી દેસાઇ અમદાવાદ ખાતે કરવામાં આવી છે. જયારે જયરાજસિંહ આર વાઘેલા અને મનીષાબેન બી. પટેલની ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. જયારે મુખ્ય સેવિકા બીનાબેન બી ઠક્કરની બદલી અમદાવાદ ખાતે કરવામાં આવી છે. જયારે મ.પ.હે.પ રાહુલકુમાર દેસાઇન બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. જ્યારે બોટાદ જિલ્લામાંથી દિપક કુમાર એમ.સોલંકીની બદલી કરીને ખેડા જિલ્લામાં ખાતે કરવામાં આવી છે.

જ્યારે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતાં તલાટી કમ મંત્રી કૃણાલકુમાર કે. સોલંકીની બદલી કરીને ખેડા જિલ્લામાં કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં ફરજ જુનિયર ફાર્માસીસ્ટ તરીકેની બજાવતાં નિરાલી બેન જી. પ્રજાપતિને આણંદ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જિલ્લાના 16 કર્મીની સાગમટે બદલી કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો