તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાન્સફર ઓર્ડર:આણંદમાં ચોમાસા દરમ્યાન ડિઝાસ્ટર મેનેજમેન્ટના સુચારુ વ્યવસ્થા માટે જિલ્લાના 12 નાયબ મામલતદારની બદલી

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ માસ સુધી બદલીના સ્થળે ફરજ બજાવવી પડશે

આણંદ કલેકટર મહેકમ શાખા દ્વારા જિલ્લાના 12 નાયબ મામલતદારોની ચોમાસુ 2021 અંતર્ગત બદલી કરી છે. જેઓને પાંચ માસ બદલીના સ્થળે ફરજ બજાવવા જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

આણંદ ગ્રામ્ય શાખામાં બદલીનો હુકમ કરાયો

ચોમાસામાં ડિઝાસ્ટર, ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના માધ્યમથી પૂર, વાવાઝોડુ, ભારે વરસાદ, સંકટ સમયે વહીવટી સંચાલન સરળ બને અને આપત્તિ સામે ત્વરિત કાર્યવાહી થાય તે હેતુથી મહેસુલ વિભાગ ગાંધીનગર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મહેસુલ શાખા કલેક્ટર કચેરી 12 જેટલા નાયબ મામલતદાર સંવર્ગના કર્મચારીઓની બદલીનો હુકમનો ગંજીફો ચીપવામાં આવ્યો છે. બદલી કરાયેલા કર્મચારીઓમાં જિલ્લા પુરવઠા અધિકારીના કચેરીમાં ફરજ બજાવતાં એસ.એમ.પ્રજાપતિને ના.મા.ડિઝાસ્ટર શાખા ક્લેક્ટર કચેરી, આણંદ ગ્રામ્ય મામલતદારમાં મહેસુલ શાખામાં ફરજ બજાવતા એ.કે.પટેલની ના.મા.ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મામલતદાર કચેરી આણંદ ગ્રામ્ય શાખામાં બદલીનો હુકમ કરાયો છે.

નાયબ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી

આ ઉપરાંત ઉમરેઠ મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર તરીકે કાર્યરત વી.પી.વાળંદને ઉમરેઠ મામલતદાર કચેરીના ઈમરજન્સી ઓપરેશન સેન્ટર નાયબ મામલતદાર તરીકે, મહેસુલ શાખા પેટલાદના ના.મામલતદાર તરીકે કાર્યરત જી.એસ. રબારીને પેટલાદ, સોજીત્રાના આર.પી.ક્રિશ્ચિયનની સોજીત્રા, આંકલાવથી નિર્મલસિંહ ડોડીયાને આંકલાવ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના નાયબ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.

પ્રાંત કચેરી આણંદ ખાતે બદલી કરવામાં આવી

બોરસદના યુ.એમ.ચુનારા, તારાપુરમાં વી.એન. પટેલ, ખંભાતમાં એમ.બી.ભોઈની બદલી જે તે તાલુકાના ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના નાયબ મામલતદાર તરીકે નિમણું કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાંત કચેરી આણંદમાં મતદાર યાદીના નાયબ મામલતદાર એચ.પી.પરમારની ડિઝાસ્ટર સેલ, ડિઝાસ્ટર શાખા કલેક્ટર કચેરી ડિઝાસ્ટર સેલમાં ફરજ બજાવતા કે.એચ. મોદીની સિંચાઈ દર વસુલાત આણંદ અને એ.એમ.પરમારની સિંચાઈ દર વસુલાતની કચેરીમાંથી નાયબ મામલતદાર (મતદાર યાદી)પ્રાંત કચેરી આણંદ ખાતે બદલી કરવામાં આવી છે.

હંગામી મહેકમ તરીકે ફરજ બજાવવા જણાવવામાં આવ્યું

બદલી કરાયેલા તમામને તા.1લી જૂન થી 30મી ઓક્ટોબર સુધીના સમયગાળા માટે હંગામી મહેકમ તરીકે ફરજ બજાવવા જણાવવામાં આવ્યું છે. ઈમરજન્સી રીસ્પોન્સ સેન્ટર માટે મંજુર કરેલી આ જગ્યાઓને તા. 30-11-2021 બાદ કોઈ પણ સંજોગોમાં ચાલુ રાખવાની રહેશે નહી, પરંતુ કોઈ કારણોસર કોઈ તાલુકામાં નવેમ્બર માસ પછી આ જગ્યા ચાલુ રાખવાની જણાય તો પૂર્વ મંજૂરી મેળવવા અલગથી સમયસર દરખાસ્ત કરવા જિલ્લા કલેકટર આર.જી.ગોહિલ દ્વારા આદેશ ફરાયો છે.

અન્ય સમાચારો પણ છે...