આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે વર્લ્ડ બૅન્ક પુરસ્કૃત સેન્ટર ફોર એગ્રીકલ્ચરલ માર્કેટ ઈન્ટેલિજન્સ, NAHEP-CAAST પ્રોજેક્ટ અને કોલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેન્ટર, એ.એ.યુના સંયુક્ત ઉપક્રમે Data Analysis using Python વિષય ઉપર તારીખ 23 મેથી 27 મે દરમિયાન વર્કશોપ કમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.કે.બી.કથીરીયા અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમને સંભોધતા તેઓએ પાયથોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મહત્વ સમજાવ્યું હતું. મુખ્ય અતિથિપદે આણંદ કૃષિ યુનિવર્સિટીના નિવૃત પ્રિન્સિપાલ અને ડીન(બી.એ.સી.એ) ડો.પી.આર.વૈષ્ણવે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પાયથોન વિશ્વની સૌથી લોકપ્રિય પ્રોગ્રામિંગ ભાષાઓમાંની એક છે. તે ફ્રી અને ઓપન સોર્સ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તેનો ઉપયોગ વેબ ડેવલપમેન્ટ, ડેટા સાયન્સ, ડેટા વિશ્લેષણ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, વિવિધ બિઝનેસ સંબંધિત એપ્લિકેશન દરેક ક્ષેત્રોમાં થાય છે. પાયથોન વિશાળ લાઇબ્રેરી સેટ ધરાવે છે. મેટપ્લોટલીબ લાઇબ્રેરીનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના ચાર્ટ બનાવી શકાઈ છે.
આ ઉપરાંત નાહેપ-કાસ્ટના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટીગેટર ડો.આર.એસ.પુંડી૨એ પ્રોજેક્ટની પ્રવૃત્તિઓ વિશે જણાવ્યું હતું. કોલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના પ્રિન્સિપાલ અને ડીન ડો.ડી.આર.કથિરીયાએ પાયથોન અંગે વિસ્તૃત માહિતી આપી તાલીમ કાર્યક્રમનો ઉદ્દેશ જણાવ્યો હતો.
ઓર્ગેનાઇઝ સેક્રેટરી ડો.સી.આર.દૂધાગરાએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, જોડાનારા સહકર્મીઓ અને વિદ્યાર્થીઓનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમ સફળ બનાવવા આહવાન કર્યું હતું. ડો. ડી.કે.પરમારએ કાર્યક્રમમાં સંકળાયેલ તમામ સભ્યો અને સહભાગીઓનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.