રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે ધો 8 માં ભણતા બાળકો માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (NMMS) ની પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે.જેમાં મેરીટમાં આવનાર બાળક ને દર વર્ષે12 હજાર લેખે ચાર વર્ષ માટે 48 હજાર ની શિષ્ય વૃત્તિ આપવા માં આવે છે. આણંદ જિલ્લામાંથી દરવર્ષે 5 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે.જેમાંથી જિલ્લાના 150 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેરીટના આધારે મળે છે.જેમાં હાડગુડ પ્રાથમિક શાળાના ગતવર્ષે અગિયાર વિદ્યાર્થીઓને મેરીટમાં આવ્યાં હતા.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે હાડગુડ પ્રાથમિક શાળાનાઆચાર્ય અને તેમની ટીમ દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરીને 34 વિદ્યાર્થીઓને વિશેષ ટ્રેનિંગ આપવા માટે સવારના 7 થીસાંજના7 વાગ્યા સુધી સ્પેશીયલ કલાસ લે છે. જેમાં શાળાના શિક્ષકો દૈનિક 5 કલાકનું સમયદાન આપી રહ્યાં છે. NMMS પરીક્ષા મેરીટ મેળવનાર વિદ્યાર્થીઓને સ્કોરશીપ મળે છે.
ભવિષ્યમાં યોજાનાર જીપીએસસી સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કેવી રીતે તેનું માર્ગદર્શન મળી રહે છે.ગામ ના લોકો પણ શાળા ના આ સેવા યજ્ઞ માં જરૂરી સાથ આપી રહ્યા છે હિરેનભાઈ મેકવાન દ્વારા જે પ્રયાસો હાથ ધરાયા છે અને શ્રેષ્ઠ મોડેલ શાળા બનાવી છે તે બદલ ગ્રામ જનો પણ ગૌરવ ની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
અેક્સ્ટ્રા ક્લાસમાં ભણવા સાથે નાસ્તાની વ્યવસ્થા
શાળા માં આ સ્કોલરશીપ માટે ની પરીક્ષા ની તૈયારી ના ભાગ રૂપે સવારથી સાંજ ના સાત વાગ્યા સુધી એક્સ પ્રેસ કોચિંગ ક્લાસ નું આયોજન કરાયું છે.જેમાં દરરોજ પરીક્ષા અને પરિણામ ની પદ્ધતિ અપનાવી છે.બાળક જ્યાં કાચું રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે.જેમાં શાળા ના શિક્ષકો દ્વારા કરવા માં આવે છે.અભ્યાસ સાથે નાસ્તા અને ભોજન ની દાતા ના સહયોગ થી વ્યવસ્થા કરવા માં આવી છે દિવાળી વેકેશનમાં બાદ NMMS માં ભાગ લેનાર ૩૪ બાળકો સફળતા મળે તે માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી છે. - હિરેનભાઈ મેકવાન, આચાર્ય , પ્રાથમિક શાળા,હાળગુડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.