દુર્ઘટના:આણંદના સલાટિયા રેલવે ફાટક પાસે ઘાસચારામાં આગથી ટ્રેન સેવા પ્રભાવિત

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર વિભાગના 10 લાશ્કરોએ 15 કલાકની જહેમત બાદ આગ બુઝાવી

આણંદ શહેરના સલાટિયા પાસે રેલવે ફાટકની બાજુમાં આવેલી પડતર જમીનમાં સુકા ઘાસચારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ વિકરાડ સ્વરૂપ ધારણ કર્યુ હતું. રેલવે લાઇન બાજુ આગની જવાળાઓ પહોંચી જતાં સવારે પસાર થતી ટ્રેનો ધીમી ગતિ આગળ વધી રહી હતી.ખાસ કરીને અમદાવાદ તરફ જતી ટ્રેનો સીધી અસર થઇ હતી. તેના પગલે રેલ્વેના ઉચ્ચઅધિકારીઓ દોડી આવ્યા હતા. સલાટિયા વિસ્તારમાં આગ વિકરાડ સ્વરૂપ ધારણ કર્યુ હતું તેની જાણ આણંદ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડના 5 બાઉઝરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરંતુ આગ મોટી હોવાથી વિદ્યાનગર,કરમસદ બાઉઝરો બોલાવીને સતત 12 કલાક સુધી પાણીનો મારો ચલાવ્યો હતો.દિવસ દરમિયાન 50 હજાર લીટરથી વધુ પાણીનો મારો કરીને આગને બુઝાવતા સૌ કોઇને રાહત થઇ હતી.

નજીકમાં રહેણાંક વિસ્તાર આવેલો હતો. ઘરમાં ધુમાડા પહોંચી જતાં લોકો હેરાન પરેશાન થયા હતા.આણંદના સલાટિયા રોડ પર રેલ્વે ફાટકની બાજુમા આવેલી પડતર જગ્યામાં સુકા કુલ10 જેટલા ફાયર બાઉઝરથી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.જો કે કોઈ જાન હાનિ થવા પામી નહીં હોવાનું ફાયર બ્રિગેડના કર્મચારી સહદેવભાઈએ જણાવેલ હતુ .

અન્ય સમાચારો પણ છે...