ડૂબી જતા મોત:ઉમરેઠ નહેરમાં ન્હાવા ગયેલા બે કિશોરના કરુણ મોત, બે બાળકોનો બચાવ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોએ બૂમાબૂમ કરતા બે બાળકોને બચાવી લીધા હતા

ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામના ચાર બાળકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામની સીમમાંથી પસાર થતી મોટી કેનાલમાં ન્હાવા માટે પડયા હતા. કેનાલમાં પાણીનો ફોર્સ વધુ હોવાથી બે બાળકો પાણી ખેંચાઇ જતાં અન્ય બાળકો બૂમબામ કરતાં રસ્તે પસાર થતા તેમજ નજીક રહેતા લોકોએ બે બાળકોને બચાવી લીધા હતા. જયારે બે બાળકો ડૂબી જતાં મોત નિપજયા હતા. જેના પગલે ગામમાં શોક છવાઇ ગયો હતો.

ગ્રામજનોએ સોમવાર સાંજ સુધી એક બાળકનો મૃતદેહ નહેરમાં શોધી કાઢયો હતો. બીજા બાળકનો મૃતદેહ નહી મળતાં આણંદ ફાયરબ્રિગેડની ટીમને જણ કરતાં ટીમે રતનપુરા પહોંચી જઇને કેનાલમાં શોધખોળ હાથધરી હતી. એક કિમી દૂરથી બીજા બાળકો મંગળવારે મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના મૃતદેહને પરિવારજનો સોંપવામાં આવ્યોહતો.ઉમરેઠ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે હર્ષદભાઇ સુરેશભાઇ ભોઇ (ઉ.વ.14) અને તેના અન્ય ત્રણ મિત્રો ઉનાળા ગરમીમાં ઠંડક મેળવવા માટે ગામની સીમમાંથી પસાર થતી મોટી નહેરમાં ન્હાવા માટે ગયા હતા. નહેરમાં પાણી ફોર્સ વધુ હોવાથી બાળકો ખેંચાવા લાગ્યા હતા. જેથી બે બાળકો બુમાબૂમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ પાણી ખેંચાઇ ગયેલા બાળકોની તપાસ હાથધરી હતી. જેમાં મોડીસાંજ એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.જયારે બીજા બાળકોનો કોઇ પતો લાગ્યો ન હતો. જેથી આણંદ ફાયરબ્રિગેડને ઉમરેઠ તાલુકા પંચાયતના દિપીકાબેન પટેલે આણંદ ફાયરને જાણ કરવામાં આવી હતી. જેથી મંગળવારે સવારે આણંદ ફાયરબ્રિગેડની ટીમે કેનાલ તપાસ હાથધરી હતી. એક કિમી દૂરથી હર્ષદ ભોઇ નામના બાળકો મૃતદેહ મળી આવ્યો હતો જે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...