આણંદ જિલ્લામાં વાહન ચોરીના વધતા જતા દુષણ સામે પોલીસની કામગીરી ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન આણંદ શહેરમાંથી એક બાઇક અને ભાદરણમાંથી કારની ચોરી થઇ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. આણંદ શહેરના નયાવતન સોસાયટીમાં રહેતા અને મૌલાના તરીકે ફરજ બજાવતા મોહંમદઇકબાલ ઇસ્માઇલભાઈ વ્હોરાએ પોતાનું બાઇક નં.જીજે 6 એમએન 5658 લઇને 14મી માર્ચના રોજ જુમ્મા મસ્જીદ ગુજરાતી ચોકી ખાતે આવ્યાં હતાં. તેઓએ પોતાનું બાઇક કિંમત રૂ.20 હજાર જુમ્મા મસ્જીદ બહાર પાર્ક કર્યું હતું. જે કોઇ શખશ ચોરી કરી ગયો હતો. આ અંગે શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાદરણના વણકરવાસમાં રહેતા જશભાઈ ઉર્ફે જયેશભાઈ અંબાલાલ પરમારએ બે વર્ષ પહેલા કાર નં.જીજે 23 સીબી 1059 કિંમત રૂ. ચાર લાખ ખરીદી હતી. આ કાર લઇને 15મી માર્ચના રોજ ભાદરણના બળીયાદેવ મંદિર પાસે પાર્ક કરી હતી. જે કોઇ શખસ ચોરી કરી ગયો હતો. આ અંગે જશભાઈએ ભાદરણ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.