તસ્કરોનો તરખાટ:આણંદમાં વેપારીના ઘરમાંથી કેનેડીયન ડોલર, દિરહામ સહિત 62 હજારનો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયાં

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેરના સકીના પાર્કમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ વેપારીના ઘરમાંથી ડોલર, દિરહામ સહિત પોણા લાખની મત્તા ચોરી ગયાં હતાં. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ શહેરના દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. તસ્કરોને પોલીસનો સહેજ પણ ડર ન હોય તે રીતે ઘરફોડ ચોરી કરી હાથસાફ કરી રહ્યા છે. ત્યારે આણંદના રીલીફ કમીટી રોડ પર આવેલા સકીના પાર્કમાં રહેતા સાજીત યાકુબભાઇ વ્હોરાના ઘરમાં 5મી જાન્યુઆરીની રાત્રે તસ્કરો ત્રાટક્યાં હતાં. તસ્કરોએ ઘરના દરવાજાની લોખંડની જાળીનું તાળુ તોડી ઘરના મેઇન દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરીને બેડરૂમમાં મુકેલા લોખંડના પતરાની તિજોરીનો દરવાજો તોડી તિજોરીમાં મુકેલા કેનેડીયન ડોલર, દુબઇ દિરહામ, ચાંદીના સિક્કા, દાગીના, રોકડા રૂ.12 હજાર મળી કુલ રૂ.62,200નો મુદ્દામાલ ચોરી કરી ગયાં હતાં. આ અંગે સાજીત વ્હોરાની ફરિયાદ આધારે શહેર પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ શોધવા ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...