તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ટ્રાફિક કર્મીને 5 હજારનો દંડ ઓફિસમાં બેસાડી દેવાયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાહનચાલકને બેફામ ગાળો બોલતો સો. મિડીયામાં વિડિયો વાઈરલ થયોહતો

આણંદ શહેરમાં શાકમાર્કેટ પાસે એક વાહનચાલકને બેફામ ગાળો બોલનારા ટ્રાફિક પોલીસકર્મી કનુભાઈને જિલ્લા પોલીસ વડાએ રૂપિયા 5 હજારનો દંડ અને તેમની તાત્કાલિક ટ્રાફિક ઓફિસમાં બદલી કરી દેવામાં આવી છે. આણંદ શહેરમાં બે દિવસ અગાઉ શાકમાર્કેટ પાસે એક વાહનચાલકને પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મી કનુભાઈએ રોક્યા હતા. અને તેમણે તેમની પાસેથી વાહનને લગતાં ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા. જોકે એ સમયે પોલીસકર્મી અને વાહનચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પોલીસકર્મીએ વાહનચાલકને બેફામ ગાળો બોલી હતી.

જોકે કોઈએ તેનો આ વિડિયો ઉતારી વાઈરલ કરી દીધો હતો. સોશ્યલ મીડિયા પર ફરતા થયેલા આ વીડિયોને પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ સંદર્ભે આણંદ જિલ્લા પોલીસ અધિકારી અજીત રાજીયાને જણાવ્યું હતું કે, તેમને રૂપિયા 5 હજારનો દંડ ફટકારી તેમની તાત્કાલિક ટ્રાફિક ઓફિસમાં બદલી કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...