વાહનચાલકોને હાલાકી:આણંદ નવા બસ સ્ટેશન પાસે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનની કામગીરીથી ટ્રાફિક જામ

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી હજુ મહિનો ચાલશે

આણંદ નવા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાથી દર વર્ષે વરસાદ પડતાની સાથે પાણી ભરાઈ જતા હોય છે. જેના કારણે વાહનચાલકો, રાહદારીઓને હાલાકીઓનો ભોગ બનવું પડતું હોવાની ફરીયાદો ઉઠી હતી. આખરે આણંદ પાલિકા તંત્રએ શહેરની ગ્રીડ ચોકડીથી નવા બસ સ્ટેન્ડ સુધી નવી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન બનાવવાનો નિર્ણય કર્યો હતો.

આ અંગે આણંદ નગરપાલિકા હાઈડ્રોલિક એન્જીનીયર જુગલભાઈ પ્રજાપતિએ જણાવેલ કે, 14મા નાણાપંચની ગ઼ાન્ટમાંથી રૂ 17 લાખ ઉપરાંતના ખર્ચે કાયમી ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે નવી ડ્રેનેજ લાઈન બનાવવામા આવી રહેલ છે. જેની કામગીરી એક મહીનામા પુર્ણ કરી દેવામા આવશે. માર્ગ પર અસ્કમાત સર્જાય નહીં તે માટે એક તરફના માર્ગ પર ડાયવર્ઝન અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...