તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Traders Attack Palika Against Tightening Of Voluntary Dam In Vidyanagar, Demand To Keep It Closed As Per State Government Time

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:વિદ્યાનગરમાં સ્વૈચ્છિક બંધની કડકાઈ સામે વેપારીઓએ પાલિકામાં હલ્લો કર્યો, રાજ્ય સરકારના સમય મુજબ બંધ રાખવા કરાઈ માંગણી

આણંદ8 દિવસ પહેલા
  • બે દિવસ અગાઉ પેટલાદમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન પગલે વિરોધ ઉઠ્યો હતો

રાજ્યમાં કોરોના સંક્રમણ સ્થિતિ બેકાબુ થતા સરકાર દ્વારા હાઇકોર્ટના નિર્દેશના પગલે રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરફ્યુ જાહેર કરાયો છે. જોકે આણંદ કલેકટર દ્વારા આણંદ સાથે સીધા જ જોડાઈ ગયેલ વિદ્યાનગર અને કરમસદમાં પણ રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીના કરફ્યુનું જાહેરનામું બહાર પાડી કોરોના સંક્રમણની સાંકળ તોડવા સખ્ત પ્રયત્નો આદર્યા છે. આણંદ અને વિદ્યાનગર પાલિકા સત્તાધીશો દ્વારા કરફ્યુના સમય બપોર થી કરવાની જાહેરાતને લઈ લોકઆક્રોશ વધ્યો છે. જેમાં વિદ્યાનગર પાલિકાએ નાના અને મોટા વેપારીઓ પોતાનો રોષ વ્યકત કરી પાલિકાના નિર્ણય વિરૂધ્ધ અવાજ ઉઠાવ્યો છે.

રાજ્ય સરકારના નિયત સમયથી ઉપરવટ જઈ આણંદ જિલ્લામાં રાજકીય સત્તાધીશો અને અધિકારીઓ મનમોજી નિર્ણયો લઈ કરફ્યુનો સમય વધારવાનો એક તરફી લેવા માંડ્યા છે. જેને લઈ વ્યાપારીઓ, ધંધાર્થીઓ અને રોજમદારી કરતા કર્મચારીઓમાં રોષ આક્રોશ ઉભો થયો છે. ગત કોરોના કાળ બાદ માંડ માંડ ખુલેલા બજારમાં ગ્રાહકો રાબેતા મુજબ થાય અને અંકુશમાં આવેલ કોરોના સંક્રમણ કાબુમાં રહે તે પહેલા જ રાજકીય ચૂંટણીઓ લાવી કોરોના વિસ્ફોટ માટે જવાબદાર નેતાઓ અને આગેવાનો પોત પ્રકાશી રહ્યાના આરોપો ગગન ગજાવી રહ્યા છે.

વિદ્યાનગરમાં જીઆઇડીસીમાં નાની મોટા ઉધોગો, શૈક્ષણિક સંકુલો અને હોસ્ટેલો મોટા પ્રમાણમાં આવેલ હોઈ અહીં અનેક નોકરિયાતો અને હજારો વિદ્યાર્થીઓ રહે છે. ત્રણ વાગ્યાથી કોરોના કરફ્યુ લાગુ કરાય તો આ લોકોના કારણે ચાલતા વેપાર ધંધા ઠપ્પ થઈ જાય અને આ લોકો પણ અહીંથી પલાયન શરૂ કરે તેવી સ્થિતિ નિર્માણ થાય તેમ બને. જેથી આ જનઆક્રોશ પાલિકા કચેરી પહોંચ્યો હતો.

મહત્વનું છે કે બે દિવસ પહેલા જ પેટલાદમાં પ્રાંત ઓફિસરના અધ્યક્ષતામાં મળેલ સ્વૈચ્છિક લોકડાઉનની મિટિંગમાં ગજબ હોબાળો થયો હતો. આ બેઠકમાં લોકઆક્રોશ વધતા પ્રાંત બેઠક પૂર્ણ જાહેર કરી ચાલી નીકળ્યા હતા. પેટલાદમાં સ્વૈચ્છિક લોકડાઉન અમલીકરણ મુશ્કેલ બન્યું છે. આજે વિદ્યાનગરમાં નાના અને મધ્યમ વેપારીઓ પોતાની મજબૂરી અને લાચારીનો આક્રોશ પાલિકા સત્તાધીશો રોષિત સ્વરે રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે અને કલેકટર દ્વારા જાહેર કરાયેલા સમય મુજબ બંધ રાખવા રજુઆત થઈ હતી. પાલિકાએ જાહેર કરેલ બપોરના સમયે કરફ્યુનો નિર્ણય પરત ખેંચવા વેપારીઓ દ્વારા સખત સ્વરે માંગણી થતા પાલિકા તંત્ર હલબલી ઉઠ્યું હતું. સામાન્ય જનતાના આર્થિક હિતોને ભોગે પાર્ટી સ્તરે પોતાની રાજકીય મજબૂતી અને વટ બતાવવા આવા વણજોયતા વિચિત્ર નિર્ણયો રાજકીય સત્તાધીશો પ્રજાજનોને માથે થોપી રહ્યાની રોષની લાગણી આંદોલનમાં પરિવર્તિત થાય તેવા એંધાણ નજરે ચઢી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો