કોર્ટનો આદેશ:છાત્રાઓ સાથે બિભત્સ વર્તન કરતો વેપારી જેલહવાલે કરાયો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

આણંદના એમ.એમ. પટેલ સ્ટેચ્યુ પાસે આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય અરૂણ શાહ વિરૂદ્ધ શહેર પોલીસે છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી હતી. જેમાં તેઓ ગોપી સિનેમા પાસે આવેલા ટ્યુશન ક્લાસીસમાં જતી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરતાં હતા.

આ મામલે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી શનિવારે મોડી સાંજે જ શખસની ધરપકડ કરી લીધી હતી. કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમના રિમાન્ડની અરજી ફગાવી દઈ આણંદ સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...