દરોડા:પ્રતિબંધિત વિદેશી સિગારેટનું વેચાણ કરતો વેપારી ઝડપાયો

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ SOGએ ત્રણ ગોડાઉનમાં દરોડો પાડી 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ શહેરમાં જૂના બસ સ્ટેન્ડ સ્થિત પોસ્ટ ઓફિસની સામે આવેલા અને આણંદમાં પ્રતિબંધિત વિદેશી અન ઈ સિગારેટનું વેચાણ કરતાં વેપારીને આણંદ એસઓજીએ ઝડપી પાડ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, એસઓજીએ વેપારીના ત્રણ ગોડાઉનમાં દરોડો પાડી 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આણંદ જૂના બસ સ્ટેન્ડ સ્થિત પોસ્ટ ઓફિસની સામે આવેલા મીરાં એન્ટરપ્રાઈઝ નામની દુકાન ચલાવતા 40 વર્ષીય સાજીદ ઈકબાલ વ્હોરા છેલ્લાં કેટલાંય સમયથી વિદેશથી પ્રતિબંધિત સિગારેટ અને ઈલેક્ટ્રીક સિગારેટ વેચી રહ્યા છે. આ બાતમીના આધારે આણંદ એસઓજીએ પંચોને સાથે રાખીને વેપારીના ગોડાઉન અને દુકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને વિવિધ બ્રાન્ડની અલગ-અલગ વિદેશી સિગારેટ મળી આવી હતી. પોલીસે રૂપિયા 1 લાખનો મુદ્દામાલ કબજે લઈ આરોપી વેપારીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. એવું કહેવાય છે કે, આ સમગ્ર મુદ્દામાલ ચાઈનાનો છે. જોકે, હાલમાં પોલીસે શખસની ધરપકડ કરી મુદ્દામાલ ક્યાંથી લાવતો હતો અને ક્યા-ક્યા વેપારીને વેચતો હતો તેની પૂછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...