કાર્યવાહી:પોણા ત્રણ લાખનો ચેક રીટર્ન થતાં ટૂર ટ્રાવેલ્સ સંચાલકને એક વર્ષ કેદની સજા

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિદેશ લઈ જવા રૂપિયા લીધા હતા

આંકલાવના એક યુવાનને ઇન્ડોનેેશીયા મોકલી ત્યાંથી કેનેડાના વિઝા અપાવવાની ખાત્રી આપી તેના પરિવાર પાસેથી વિદ્યાનગરના ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકે રૂા.2.80 લાખ લીધા હતા. યુવાનને કેેનેડા ન મોકલી શકતા તેમણે નાણાંને બદલે ચેક આપ્યો હતો. જે ચેક પાછો ફરતાં અદાલતે સંચાલકને એક વર્ષની સાદી કેદની સજા ફરમાવી છે. આંકલાવ ગામે નીતાબેન કમલેશભાઇ પટેલ ઉ.વ.45 પોતાના પરિવાર સાથે રહે છે.

તેમના પુત્ર સાગરને કેનેડા જવું હોય વિદ્યાનગર ખાતે શ્રીમદ ઓવરસીસ પ્રા.લિ. કંપની ઉભી કરી લોકોને વિદેશ મોકલવાનું કામ ધવલભાઇ પટેલ કરતા હતા. તેમનો તેમણે સંપર્ક કર્યો હતો. અને દીકરાને કેનેડા મોકલવા માટે રૂા.2,80,000નો ચેક આપ્યો હતો. ટ્રાવેલ્સ વાળાએ સાગરને ઇન્ડોનેશીયા મોકલ્યો હતો. ત્યાંથી તે તેને કેનેડાના વિઝા અપાવી શકયો ન હતો. જેથી સાગર પરત આવી ગયો હતો. નીતાબેને ઘવલ પટેલનો સંપર્ક સાંધતા તેમણે રૂા.2.80 લાખનો ચેક આપ્યો હતો.

જે રીટર્ન થતા અદાલતમાં અરજી કરી હતી. આંકલાવ પ્રીન્સીપલ અને સીવીલ જજ મીતેશકુમાર જી.વાદીની કોર્ટમાં આ કેસ ચાલવા પર આવ્યો હતો. જ્યાં ફરીયાદ પક્ષ તરફથી જે.સી. તળપદા વકીલ તરીકે હાજર રહ્યા હતા. બંને પક્ષની દલીલો પુર્ણ થયા બાદ અદાલતે ઘવલ પટેલે કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ફરીયાદીને ચેકની ડબલ રકમ અથવા ચેકની રકમ વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...