તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કર્મના બંધનોથી મુકત થવાનો દિવસ એટલે આજની અમાવસ્યા

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરમસદ બાપેશ્વર મહાદેમાં પંચમુખી ચોખ્ખા ધીની શિવજીની મૂર્તિ બનાવી છે. - Divya Bhaskar
કરમસદ બાપેશ્વર મહાદેમાં પંચમુખી ચોખ્ખા ધીની શિવજીની મૂર્તિ બનાવી છે.
  • હજારો વર્ષ બાદ સોમવતી અમાસે માધનક્ષત્ર, શિવયોગ અને સિદ્ધિ યોગનો સમન્વય

હજારો વર્ષો બાદ ચાલુ વર્ષે શ્રાવણ માસમાં મોષ્ટીયોગ સમન્વય જોવા મળ્યો હતો. જયારે શ્રાવણ માસના છેલ્લા દિવસ એટલ કે સોમવતી અમાસે 250 વર્ષ બાદ માધનક્ષત્ર, શિવયોગ અને સિધ્ધિ યોગનો સમન્વય જોવા મળે છે.જેથી આ દિવસે શિવજીની પૂજા અર્ચના કરવાથી કાલસર્પ દોષ હોય કે અમાવસીયા શાંતિ કુંડલી શાપિત દોષ હોય તો આ અમાવસ્યા સહિત તમામ નડતર રૂપ ગ્રહો દૂર થાય છે. તેમજ તમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે તેમ કરમસદ બાપેશ્વર મહાદેવના મહંત મધુસુદનગીરીએ જણાવ્યું હતું.

પંચાગના અભ્યાસ અનુસાર મોષ્ટીયોગ 250 વર્ષ પછીઆવ્યો છે. અગાઉના સોમવારમાં શિવજીને પાંચ તત્વોનો શિવલીંગ અભિષેક કરી શકયા ન હોય તો છેલ્લા સોમવારના રોજ કરવો જોઇએ. આ વખતે શ્રાવણની સોમવતી અમાસે માધનક્ષત્ર, શિવયોગ, સિધ્ધિયોગ સમન્વય આવ્યો છે. કોઇ પણ અમાવસિયા ,કાલ સર્પદોષ હોય કે કુંડલી શાપિત દોષ આ અમાવસ્યા સર્વ સિધ્ધીયોગ આપનારી છે.

આવો યોગ હવે 200થી 300 વર્ષ પછી આવશે. ત્યારે આગળના ચાર સોમવાર ચુકી ગયો હતો છેલ્લા સોમવારે સમયકાઢીને મંદિર કે ઘરના શિવલીંગ પર ચોખા, તલ, મગ, જવ અને ધરો આ પાંચ તત્વો મહાદેવ અર્પણ કરવા જોઇએ, આ દિવસે જે કોઇ તકલીફ હોય તો પૂજા કરવી જોઈએ. કંઇ ન આવડે તો ભાઇઓ ઓમ નમોઃ શિવાયનો જાપ કરે અને બહેનો ઓમ શિવય નમઃ ના જાપ કરે અને તેની સાથે ગાયનું દૂધ, દહીં, મધ, પવિત્ર જળ અને ગંગાજળનો અભિષેક કરવા જણાવ્યું છે. રૂદ્રાઅભિષેક સાથે અભિષેક કરવાથી કુંડલી ગમે તેવા દોષ હશે તો પણ મહાદેવ દોષ દૂર કરશે.

અન્ય સમાચારો પણ છે...