શિક્ષણ:ધો-12 અંગ્રેજી દ્વિતિય છાત્રોની આજે પરીક્ષા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો-12 સામાન્ય પ્રવાહની અંગ્રેજી (દ્વિતિય) વિષયની આજે જિલ્લામાં પરીક્ષા લેવાશે.ત્યારે બે પરીક્ષા સેન્ટરોમાં 352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવી દેવાઇ છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવાના ભાગરૂપે પરીક્ષા ભવનમાં સીસીટીવીને બાજ નજર રહેશે. જિલ્લામાં શાંતિપૂર્ણ પરીક્ષા યોજાય તે માટે પરીક્ષા ભવનની ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.

આણંદ જિલ્લાના શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલુ વર્ષે આઇટીઆઇ ગર્વમેન્ટ એસીવીટી અભ્યાસક્રમના અંતિમ સેમીસ્ટરમાં અભ્યાસ કરતાં તાલીમાર્થીઓ ધો-12નું શૈક્ષણિક સમકક્ષતા પ્રમાણ પત્ર મેળવી શકે તેવા હેતુથી બોર્ડ દ્વારા ધો-12 અંગ્રેજી વિષય દ્વિતિય ભાષા-013ની પરીક્ષા રવિવારે સવારે 11-00 કલાકે શરૂ થશે જેમાં આણંદ જિલ્લામાંથી 352 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...