તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:તમાકુ ખરીદીમાં છેતરપિંડી કરનારાના જામીન નામંજૂર, ઉમરેઠના ખેડૂતની તમાકુ ખરીદી હતી

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉમરેઠના ખેડૂત પાસે રૂપિયા દસ લાખની છેતરપિંડી આચરનારા રૂપિયાપુરાના શખ્સના આગોતરા જામીન કોર્ટે ફગાવી દીધા હતા. રૂપિયાપુરા ગામના ભોઈવાડા ફળિયામાં રહેતા મથુરભાઈ ઠાકોર વિરૂદ્ધ નવેમ્બરમાં ઉમરેઠ પોલીસ મથકમા છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ હતી. જેમાં તેમણે તેમના મળતીયા સાથે મળી ઉમરેઠના ખેડૂત પાસેથી એક કિલો તમાકુના 85ના ભાવે રૂપિયા 15.87 લાખમાં 19255 તમાકુ ખરીદી હતી. પહેલાં રૂપિયા પાંચ લાખ આપી દીધા બાદ બાકીના નાણા આપ્યા નહોતા. ફરિયાદ નોંધાતા આણંદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા. જેમાં સરકારી વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે, આરોપી સામે પેટલાદ અને બોરસદ કોર્ટમાં ચેક બાઉન્સના 22 જેટલાં કેસ ચાલી રહ્યા છે ત્યારે અરજદારના જામીન ન આપવા જોઈએ. જે દલીલ કોર્ટે ગ્રાહ્ય રાખી જામીન ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો