વિવાદ:બળિયાદેવ મંદીરનું બાંધકામ રોકવા પાલિકાની પોલીસમાં ધા

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોરસદ ચોકડી બ્રિજ પાસેથી સ્થળાંતર બાદ વિવાદ યથાવત

આણંદ બોરસદ ચોકડી ઓવરબ્રીજ પાસેથી તોડી પડાયેલા બળિયાદેવ મંદિરના સ્થળાંતરનો વિવાદ યથાવત રહ્યો છે. મંદીરના સંચાલકોએ મંજુરી લીધા વગર લોટેરેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં નવુ મંદિર બનાવવા બાંધકામ શરૂ કરતા પાલિકાઅે તેને અટકાવવા પોલીસમાં અરજી કરી છે.

આણંદ બોરસદ ચોકડી પાસે બળીયાદેવ મંદિર સહિત તંત્રએ નડતર રૂપી તંત્રએ દબાણ દૂર કર્યા હતા. આણંદ પાલિકા દ્વારા બળિયાદેવ મંદિર માટે ની પાછળ આવેલી અને કબ્રસ્તાન નજીક જગ્યા ફાળવવા વાત કરતાં સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.

ત્યારબાદ બળીયાદેવ મંદિરના સંચાલકોએ લોટેશ્વર મંદિર પાસે આવેલી જગ્યામાં નવુ મંદિર બનાવવા માટે બાંધકામ શરૂ કરી દીધુ હતુ.આખરે આણંદ પાલિકા તંત્રને જાણ થતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. પાલિકાના ચીફ અોફિસર અેસ કે ગરેવાલે જણાવ્યું હતું કે બળીયાદેવ મંદિર નવુ બનાવવા માટે આણંદ પાલિકાએ હજુ સુધી કોઈ જગ્યા ફાળવી નથી.આમ છતાંય નવુ મંદિર બનાવવા મંજૂરી વિના બાંધકામ શરૂ કરી દીધું છે. જેથી પોલીસને લેખિતમાં જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...