તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • To Reduce Traffic, Overbridge Will Be Constructed At 3 Gates, Rs. 150 Crore Bridge At Rawlapura, Vadodara Mogar, Adas Railway Gate

વિકાસ:ટ્રાફિક ઘટાડવા 3 ફાટક પર ઓવરબ્રિજ બનશે, રૂ. 150 કરોડના ખર્ચે લાંભવેલ - રાવળાપુરા, વડોદ - મોગર, અડાસ રેલવે ફાટક પર બ્રિજનું આયોજન

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
અડાસ ગામે  રેલવે ફાટક નંબર264 પર  રેલ્વે ઓવરબ્રીજની કામગીરી  હાથધરવામાં આવશે. - Divya Bhaskar
અડાસ ગામે રેલવે ફાટક નંબર264 પર રેલ્વે ઓવરબ્રીજની કામગીરી હાથધરવામાં આવશે.
  • આણંદ ફરતે ઓવરબ્રિજની સુવિધા

આણંદ શહેરનો દિનપ્રતિદિન વ્યાપ વધી રહ્યો છે અને વસતીની સાથે વાહનો પણ વધી રહ્યા છે ત્યારે આગામી 20 વર્ષના વિકાસને ધ્યાનમાં રાખી આણંદ શહેરના ભાલેજ અને ચીખોદરા ઓવરબ્રીજ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે રેલવે તંત્ર સાથે મળીને 10 કીમીના અંતરમાં આવેલા ત્રણ રેલવે ફાટક લાંભવેલ-રાવળાપુર, વડોદ -મોગર અને અડાસ રેલ્વે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.

આણંદ શહેરમાં ભાલેજ ઓવરબ્રીજ નાનો હોવાથી તેમજ ત્રણ દાયકામાં વાહનોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. આવનાર બે દાયકામાં સંભવત: આણંદ શહેર આસપાસના 7 કિમી વિસ્તારમાં વ્યાપ વધે તેમ છે તેને ધ્યાને લઇને રાજય સરકાર દ્વારા અમદાવાદ -વડોદરા રેલવે લાઇન પર આણંદ નજીક આવેલા ત્રણ ફાટકો પર ઓવરબ્રીજ બનાવવાની દરખાસ્ત રેલવે તંત્ર દ્વારા મંજૂર કરાઇ છે. રાજય અને રેલવે તંત્ર દ્વારા 50 -50 ટકા ખર્ચે ત્રણેય રેલવે બ્રીજ બનાવવામાં આવશે. જેમાં રાજય સરકાર દ્વારા એક બ્રીજ માટે 50 કરોડની રકમ મજૂર કરવામાં આવી છે.

અમદાવાદ -વડોદરા રેલવે લાઇન પર આણંથી ચાર કિમી દૂર આવેલા લાંભવેલ-રાવળાપુરા માર્ગ 264 નંબર રેલવે ફાટક પર ઓવરબ્રીજ બનાવવામાં આવશે. જયારે આણંદથી વડોદરા તરફ જતાં 7 કિમી દૂર આવેલા વડોદ-મોગર રોડ પર ફાટક નંબર 255 પર અને અડાસ ગામને જોડતા રેલવે ફાટક નંબર 250 પર ઓવરબ્રીજ બનાવવામાં આવશે.

ભાલેજ અને ચિખોદરા બ્રિજ પર વાહનોનું ભારણ 30 ટકા ઘટશે
હાલમાં નડીઆદ, અમદાવાદ તરફથી આવતાં વાહનચાલકો સામરખા ચોકડીથી ભાલેજ ઓવરબ્રિજ થઇને આણંદમાં પ્રવેશ છે ત્યારે લાંભવેલ-રાવળાપુરા પાસે ઓવરબ્રિજ બનશે તો નડીઆદ, અમદાવાદ તરફથી આવતાં વાહનો તે બ્રિજ પરથી આણંદમાં પ્રવેશે તો 30 ટકા ટ્રાફિકનું ભારણ ઘટી શકે છે.

ઓવરબ્રિજ ફાટકની બંને બાજુએ 450 મીટર સુધી બનાવવામાં આવશે
અમદાવાદ રેલ્વે લાઇન પર આવેલા ફાટક નંબર 250, 255 અને 264 પર ઓવરબ્રિજનુ કામગીરીની મંજૂરી મળી ગઇ છે. જેથી ત્રણેય ફાટર પર બંને બાજુએ રાજય સરકાર દ્વારા 450 મીટરના બ્રિજ બનાવવામાં આવશે. - પાર્થ શાહ, કાર્યપાલક ઇજનેર,માર્ગ મકાન વિભાગ આણંદ

અન્ય સમાચારો પણ છે...