હાલાકી:મહેળવાનો ટીકટોક સ્ટાર હળદર અને મરચું વેચવા મજબૂર

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર છ માસમાં ત્રણ લાખ ફોલિઅર્સ ધરાવે છે, તેકાર્યક્રમો થકી કમાણી કરી ગુજરાન ચલાવતો હતો

આણંદ જિલ્લાના નાનકડા ગામમાં માત્ર એક વર્ષ અગાઉ ટીકટોક પર લોકગાયક કલાકાર રૂપે ઉભરીને સ્ટાર બનેલા કલાકારને હાલમાં કાર્યક્રમો બંધ હોવાથી ઘરનું ભરપોષણ કરવા માટે મરચું હળદર વેચવા માટે મજબૂર બન્યો છે.

હળદર લો.. એ મરચું લો.. ના સાદની સાથે સુરીલા અવાજમાં ગીતો સાંભળી લોકો ઘરની બહાર નીકળી આવે છે. જી હા મરચું હળદરની સાથે મફતમાં ગુજરાતી ગીતો સાંભળવાની મજા અમે આપને બતાવીશું ટિકટોક સ્ટાર જે મરચું હળદર વેચવા સાથે ગીતો ગાઈ લોકોનું મનોરંજન કરે છે.

આણંદના મહેળાવ ગામનાં યુવક જયેશ વાઘેલાનો કંઠ સુરીલો હતો અને એક વર્ષ પૂર્વે તેણે ટિકટોક પર કોમેડી વિડિઓ બનાવી અપલોડ કરવાના શરૂ કર્યા અને માત્ર છ માસમાં જયેશ વાઘેલાના ત્રણ લાખ ફોલિઅર્સ થઈ ગયા અને ૮ મિલિયન લાઇકો તે સાથે જ જયેશ વાઘેલાના લોકો ફેન થઈ ગયા અને સમગ્ર ગુજરાતમાં ટિકટોકે તેને જાણીતો બનાવી દીધો.કાર્યક્રમો થકી માસિક 15 થી 20 હજાર કમાતો હતો.

આ અંગે જયેશ વાઘેલાએ જણાવ્યું હતું કે તેઓ પોતાના મિત્રો સાથે એક કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઈ ગયા હતા અને ત્યારે રાત્રે સમય પસાર કરવા તેમના મિત્રો ટીકટોક જાેતા હતા અને ત્યારે તેઓને પણ ટીકટોકમાં રસ પડ્યો અને તેઓએ પોતાના મોબાઈલમાં ટીકટોક ડાઉનલોડ કરી તેમાં વીડીયો અપલોડ કર્યા હતા. તેણે બનાવેલા એક વીડીયોમાં જાણીતા કલાકારો કીંજલ દવે અને મમતા સોનીએ જયેશ વાઘેલાના અવાજને પોતાના ટીકટોક વિડિયોમાં લીધો હતો. તેણે કોરોના દરમિયાન કોરોના પર એક વીડીયો બનાવ્યો હતો. જે યુટ્યુબ પર ખુબ જ ફેમશ થયો હતો. અને લાખો લોકોએ આ વિડિયો જાેયો હતો.

ટિકટોક પર સ્ટાર બની ગયા બાદ જયેશને લોકો પોતાના કાર્યક્રમમાં બોલાવતા અને ટિકટોક પર પોતાની જાહેરાત કરાવતા જેને લઈને જયેશ વાઘેલાની આવક થઈ રહી હતી. કોરોના મહામારી અને લોકડાઉનના કાર્યક્રમો બંધ થઈ જતા તેમજ ટિકટોક પર પ્રતિબંધ મૂકતાં જ્યેસની આવક બંધ થઈ ગઈ હતી. બેકારીમાં પરિવારનું ગુજરાન ચલાવવા હાલમાં તે મરચું હળદર જીરું જેવા મસાલા વેચી રહ્યો છે.

જયેશને લોકો ટિકટોકસ્ટાર તરીકે ઓળખે છે એટલે જ્યાં મરચું હળદર વેચવા જાય ત્યારે લોકો તેની પાસે ગીતો ગવડાવી મનોરંજન મેળવે છે. જયેશનું કોરોના પર બનાવેલું ગીત ખુબ જ ફેમસ થયું હતું. જયેશએ એક વર્ષમાં ટિકટોક પર એક હજારથીવધુ વિડિઓ બનાવી અપલોડ કરેલા છે. અને તેમાં સૌથી વધુ કોમેડી વિડિઓ છે, આ ઉપરાંત તેણે પોતાના ગીતો યુ ટ્યૂબ પર મુકેલા છે.

અન્ય સમાચારો પણ છે...