તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહ રે ભાજપ...:ખંભાતમાં પૂર્વ પ્રમુખની પત્ની અને વર્તમાન પ્રમુખના ભાઇને ટિકિટ, બોલે એના બોર વેચાય તેવી સ્થિતિ, ઉમરેઠમાં એક જ ઘરમાં બે જણને ટિકિટની ફાળવણી

આણંદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આણંદની 6 નગર પાલીકા માટે ભાજપની આજે ઉમેદવારોનું લીસ્ટ બહાર આવતાં જ રાજકીય ગરમાવો આવી ગયો હતો. ભાજપના સભ્યોમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો. કેટલાકની ટિકિટો કપાતા નારાજ નજરેપડતાં હતાં. જયારે ખંભાતમાં સગાવાદ નજરે પડતો હતો. જયારે ઉમરેઠમાં એક જ ઘરમાં બે ટિકિટ ફાળવી છે. ઉમરેઠ પાલિકાની ચુંટણીમાં ભાજપે નિયમો નેવે મૂકીને ટીકીટોની ફાળવણી કરતાં કાર્યકરોમાં છુપો રોષ ઉમરેઠ નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં વોર્ડ નં.1માંથી સામાન્ય સ્ત્રીની બેઠક તેમજ સામાન્ય બેઠક એમ એક જ ઘરમાં બે ટીકીટો ફાળવવામાં આવતાં ભાજપ કાર્યકરો ચોકી ઉઠ્યાં હતાં. આ સાથે વોર્ડ નં.5માં પિતા બાદ પુત્રને ટીકીટ ફાળવવામાં આવાતાં ભાજપે પરિવારવાદની નિતી અપનાવી છે. જેને લઈને કાર્યકરોમાં છુપો રોષ જોવા મળ્યો છે.

પેટલાદ નગરપાલિકામાં વોર્ડ નં.1,5,6 ચૂંટાતા કાઉન્સિલરોને ટીકીટ આપવામાં આવી નથી. તેઓની જગ્યાએ યુવાનોને તક આપવામાં આવી છે. ભાજપની યાદી જાહેર થયા બાદ કંઇ નવા જૂની થવાની સંભાવના લઇને હવે કોંગ્રેસની યાદી જાહેર થાય તેની રાહ લોકો જોઇ રહ્યાં છે.

ખંભાત : ભાજપ દ્વારા ગુરુવારે બપોરે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં ખંભાત પાલિકાના 9 વોર્ડના 36 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં હતાં. પરંતુ આ વખતે ભાજપ દ્વારા જાહેર કરાયેલી ખંભાતની નગરપાલિકાની યાદીમાં વોર્ડ નં.2 મનીષાબેન મનોજભાઈ વાઘરી ભાજપામાંથી ત્રણ ટર્મથી ચૂંટાઈ આવે છે.

તેઓની જગ્યાએ આ વખતે મનીષાબેન મનોજભાઈ વાઘરીના ભાઈની વહુ સુનિતાબેન રાજુભાઇ વાઘરીને ટીકીટ ફાળવવામાં આવી છે. જ્યારે ખંભાત નગરપાલિકાના પ્રમુખ યોગેશ ઉપાધ્યાયના ભાઈને મનીષકુમાર બેચરભાઈ ઉપાધ્યાય ટીકીટ ફાળવાવમાં આવી છે. તેમજ વોર્ડ નં.9માં પૂર્વ ન.પા પ્રમુખ પત્ની જયાબેન રોહિતભાઈ ખારવા ટીકીટ ફાળવામાં આવતાં કાર્યકરોમાં સગાવાદ નિતિ ભારે રોષ જોવા મળ્યો છે.

બોરસદ નગરપાલિકા ચુંટણી વર્ષ 2021 માટે ભાજપ દ્વારા ગુરુવારે બપોરે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં. 1, 2, 3, 4, 5 અને 6માં ચાર ચાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે.જયારે 7 અને 8માં એક પણ ઉમેદવારો ઉભો કરવામાં આવ્યો નથી. ઉપરાંત વોર્ડ 9માં માં 3 ઉમેદવારો જાહેર કર્યા છે.આમ ભાજપની ટિકિટ મેળવનાર ઉમેદવારોને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતાં.

આણંદ જિલ્લામાં અમાસના દિવસે 100 ફોર્મ ભરાયાં
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના ચોથા દિવસે અમાસ હોવા છતાં 100 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં મોટાભાગના અપક્ષ ઉમેદવાર ફોર્મ ભર્યા છે. જેમાં સૌથી વધુ બોરસદ નગરપાલિકામાં 24 ઉમેદવારી પત્રો ભર્યા છે.

જયારે જિલ્લા પંચાયતમાં માત્ર 3 ઉમેદવારી પત્રો ભરાયા અને તાલુકા પંચાયતમાં 27 ઉમેદવારી પત્રો ભર્યા છે. આમ પાલિકાઓ અત્યાર સુધી 87 ફોર્મ ભરાયા છે.આણંદ નગરપાલિકામાં 09, ઉમરેઠમાં 14,બોરસદમાં 24,પેટલાદમાં 14, સોજીત્રામાં 4 અને ખંભાતમાં 5 ઉમેદવારી પત્રો ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો