તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:આણંદ, રઘાપુરા અને કાસોરના વિજયપુરાની ત્રણ યુવતીઓ ગુમ

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પોલીસે જાણવાજોગ ફરિયાદ લઈને કાર્યવાહી હાથ ધરી

આણંદ જિલ્લામાંથી આણંદ,રઘાપુરા અને કાસોરમાંથી ત્રણ યુવતીઓ રહસ્યમય રીતે લાપત્તા થયા હોવાની ફરિયાદ પોલીસ, ખંભોળજ અને ભાલેજ પોલીસ મથકે નોંધાયો છેપ્રથમ બનાવમાં આણંદ શહેરમાં નાના અડધની ધર્મશાળા પાછળ ડબગરવાડમાં રહેતા એક્તાબેન તેજપાલભાઈ ડબગર 5મી અેપ્રિલના રોજ પોતાના ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જઈ ગુમ થઈ જતા શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા બ્રીજેશભાઈ ડબગરે જાણ કરતા પોલીસે જાણવાજાેગ નોંધી છે.

જ્યારે બીજા બનાવમાં ઉમરેઠના રઘાપુરાના હીરલબેન વીનુભાઈ ગોહેલ 5મી અેપ્રિલના રોજ કોઈને કંઈ જાણ કર્યા સિવાય ક્યાંક ચાલ્યા જતા તેઓની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આ બનાવ અંગે વિનુભાઈ ગોહેલે ખંભોળજ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.જ્યારે ત્રીજા બનાવમાં આણંદના કાસોર ગામના સતકૈવલ મંદિર પાછળ રહેતા ભાવનાબેન બળવંતભાઈ ગોહેલ ગત તા.4થી અેપ્રિલના રોજ ઘરેથી કોઈને કંઈ કહ્યા સિવાય ક્યાંક ચાલી જતા તેઓનો કોઈ પત્તો ન લાગતા આ બનાવ અંગે રંગાબેન બળવંતસિંહ ગોહેલે ભાલેજ પોલીસ મથકે જાણ કરતા પોલીસે જાણવાજાેગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો