તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોહીબિશનનો ગુનો:આણંદ, ડભોઉ-દેવા તળપદમાંથી વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા

આણંદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે પ્રોહીબિશનનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી

આણંદ એસઓજી પોલીસે આણંદ શહેરમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે એક શખ્સને જ્યારે સોજીત્રા તાલુકાના દેવા તળપદ અને ડભોઉ ગામેથી સોજીત્રા પોલીસે વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ એસઓજી પોલીસ આણંદ શહેર વિસ્તારમાં દારૂ-જુગારની બદી અંગે પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, આણંદ મહાવીર ઝૂંપડપટ્ટીમાં રહેતો સુનિલભાઈ વસાવા પોતાના છાપરામાં વિદેશી દારૂ છુપાવી તેનું છૂટક વેચાણ કરે છે. જેથી પોલીસે મહાવીર ઝુપડપટ્ટીમાં બાતમીવાળા સ્થળે છાપો મારી એક શખ્સને ઝડપી લઇ પૂછપરછ કરતા પોતાનું નામ સુનિલભાઈ વસાવા હોવાનુ જણાવ્યું હતું. પોલીસે તેના છાપરામાં તપાસ કરતા વિદેશી દારૂના ક્વાટર નંગ- 16 તેમજ બીયરના ટીન નંગ-36 મળી કુલ રૂા 5600ના વિદેશી દારૂ-બિયરનો જથ્થો કબ્જે લઇ આણંદ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા બનાવમાં સોજીત્રા પોલીસે દેવા તળપદ અને ડભોઉ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમી આધારે દેવા તળપદ ગામે ગામ મહાદેવ ફળિયામાં રહેતા નંદાલાલ જયસ્વાલને વિદેશી દારૂની બે બોટલો સાથે ઝડપી પાડ્યો હતો. અને ડભોઉ ગામે ભીખાપુરા વિસ્તારમાં રહેતા બળવંતભાઈ તળપદાને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વિદેશી દારૂની બદી નાબુદ કરવા માટે સમગ્ર જિલ્લામાં અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો