તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબ્જે:દંતાલી-સીમરડા પરથી દારૂ સાથે ત્રણ ઝડપાયા

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 1.32 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

પેટલાદ શહેર પોલીસે બાતમીના આધારે દંતાલીથી સીમરડા તરફ આવવાનો હોવાની ચોક્કસ બાતમી પેટલાદ પોલીસને મળતાં આ રોડ ઉપર મહાદેવ મંદિર નજીક પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, વર્ણનવાળો શખ્સ આવી પહોંચતા જ પોલીસ તેના નામ-ઠામ પૂછતાં રાકેશ વાઘેલા હોવાનું જણાવ્યું હતું.

વાહનના આગળના ભાગે મુકેલા મીણીયાની કોથળાની તપાસ કરતા વિદેશી દારૂની 18 બોટલો મળી આવી હતી. જે બાબતે પૂછપરછ કરતાં દારૂનો આ જથ્થો વિશ્રામપુરા ગામના આકાશ ઉર્ફે ટેણી રમેશ ઠાકોર તેમજ અલેફખાન પઠાણ પાસેથી લાવ્યો હોવાનું અને હાલ આ બન્ને શખ્સો સીમરડા જતા રોડ ઉપર વળાંકમાં દારૂના બીજા જથ્થા સાથે ઉભા હોવાની ચોંકાવનારી વિગતો જણાવી હતી. જેને પગલે પોલીસે ત્રણેયને ઝડપી તેમની પાસેથી વિદેશીદારૂ મળી કુલ રૂપિયા 1.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો