તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:દેવગઢબારીયા જેલમાંથી 13 આરોપીઓને ભગાડનારા માસ્ટર માઈન્ડ સહિત 3 શખ્સની વાસદ પાસેથી ધરપકડ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેેલા ત્રણેય શખ્સ વિરૂદ્ધ મર્ડર, લૂંટ, ચોરી સહિતના 66થી વધુ ગુનાઓ નોંધાયા છે

સને 2020 ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઇન્ડ સહતિ ત્રણ રીઢા ખૂંખાર આરોપીને આણંદ લોકલ ક્રાઈમબ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. આણંદ જિલ્લાના વાસદ ગામ પાસેથી પકડાયેલ ત્રણેય ખૂંખાર આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછમાં હત્યા, ધાડ, લુંટ અને ચોરી સહિતના 66 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓના વધુ તપાસ અર્થે પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે તેમજ નાસતા ફરતા આ ત્રણેય આરોપીઓના સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આણંદ જિલ્લા પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે સને 2020 ના બહુચર્ચીત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતેની જેલ તોડી 13 ખુંખાર કેદીઓને ભગાડી જનાર ગુનાનો માસ્ટર માઇન્ડ કિશન ઉર્ફે ફેશન અબરૂભાઇ સંગોડ, રહે.પાંઉ, તા.ધાનપુર જી.દાહોદ નાનો તેના સાગરીતો મારફતે આજુબાજુના વિસ્તારોમાં ધાડ-લુંટ તેમજ ચોરીઓના ગુનાઓ કરે કરાવે છે. જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો દ્વારા હ્યુમન ટેકનીકલ ઇન્ટેલીજન્સની મદદથી માહિતી મેળવી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

જે અંતર્ગત મંગળવારના રોજ હકિકત મળેલ કે, કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ તથા તેની ગેંગમાં કામ કરતો માજુ હીમાભાઇ ભાભોર બંન્ને સાથે રહી લુંટ, ધાડના ગુનાઓ કરી હોળીના તહેવાર હોઈ હાલ કાઠીયાવાડથી આણંદ જિલ્લાના વાસદ થઈ વતનમાં જવા વાસદ ખાતે આવનાર છે એવી મળેલી ચોક્કર બાતમીના આધારે આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગતરોજ વાસદ બસ સ્ટેન્ડ નજીક બ્રીજ નીચે વોચ ગોઠવી હતી.

દરમ્યાન જિલ્લાના તારાપુર તરફથી એક ઓટો રીક્ષા વાસદ બસ સ્ટેન્ડ નજીક આવી હતી. આ રીક્ષામાથી ત્રણ માણસો ઉતરી બસ સ્ટેન્ડ બાજુ જતા જ વોચમાં ગોઠવાયેલ પોલીસે તેઓને કોર્ડન કરી પકડી લીધેલ. પોલીસે આ ત્રીપુટીના નામ ઠામ અંગે પુછ પરછ કરતા (1) કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ, ઉ.વ.૩૩ પાંઉ, ઉગ્વાસ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ (2) માંજુભાઇ હીમાભાઇ ભાંભોર ઉવ.૨૦, રહે.ઉંડાર ભાભોર ફળીયું, તા. ધાનપુર જી.દાહોદ (3) મનુભાઇ મસુલાભાઇ મોહનીયા ઉવ.36, રહે. કાંટુ, સુરાડુંગરી ફળીયુ, પોસ્ટ સજોઇ તા.ધાનપુર જી.દાહોદના હોવાની ઓળખ આપી હતી.

પોલીસે તેઓને અંગઝડતી લેતા તેઓની પાસેથી રોકડ રૂપિયા, કાંડા ઘડીયાળ, કટર તથા છીણી જેવી શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી. પોલીસે આ વસ્તુઓના બીલ કે આધાર પુરાવા માગતા આ ત્રણેય શખ્શો પોલીસને કોઇ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.જેથી પોલીસે ત્રણેયની સી.આર.પી.સી. કલમ 41(1)ડી,102 મુજબ અટકમાં લઈ સઘન પુછપરછ હાથ ધરતા કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાશમા આવી છે.

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી. આઈ. પી. એ. જાદવે પકડાયેલી ત્રિપુટી પૈકી કિશન ઉર્ફે કેશન અબરૂભાઇ સંગોડ, રહે.પાંઉ, ઉચ્ચાસ ફળીયુ, તા.ધાનપુર, જી.દાહોદ નાઓની ઘનિષ્ઠ પુછપરછ કરતા તેણે જણાવેલ છે કે ગયા વર્ષે લોકડાઉન દરમ્યાન કિશનના ગામનો લસુ જે દેવગઢ બારીયા જેલમાં હોઇ તેની સાથે રામસીંગના ફોનથી વાત થયેલી જેમાં લસુએ કિશનને જણાવેલ કે લોકડાઉનના લીધે કોર્ટમાં તારીખે જવાતું નથી એટલે જેલમાં ને જેલમાં લસુ, ગબી તથા રાકેશ બધા કંટાળી ગયેલ છીએ.

જેથી કિશને લસુને જણાવેલ કે તમો બધા જેલની બેરેકનુ તાળુ તોડી બહાર આવી શકો તો હું અને રામસીંગ રસ્સો(દોરડુ) લઇને તમને બહારથી મદદ કરવાનું નક્કી કરી સંપુર્ણ આયોજન કરી લસુને બીજા દિવસેજ આ કામ પતાવવા માટે વાત કરેલી. અને ગત તા. 30/4/2020 દિવસે કિશન તથા રામસીંગ મહેતાળ બંજોએ દેવગઢ બારીયાથી 70 મીટર જેટલો રસ્સો(દોરડુ) ખરીદી કરેલ અને તે લઇ બંન્ને જેલની બહાર આજુબાજુમાં રાત્રીના રહેલા અને મોડી રાત્રીના લસુ જોડે ફોનથી વાત થયેલ અને જેલની દિવાલની નજીક આવી જવા જણાવેલ અને રસ્તાને થોડા થોડા અંતરે ગાંઠો મારી કિશન જેલના વરંડાને અડીને કુંડીની દિવાલ થઇ જેલના કોટ ઉપર રસ્સો લઇને ચડી ગયેલો અને એક છેડો જેલની અંદર નાખી રસ્સાને લાખંડની અંગેલ સાથે બાંધી જેલમાંથી કુલ-13 જેટલા આરોપીઓને કિશને જેલમાંથી ભગાડી લઇ ગયેલાની ચોકાવનારી કબૂલાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.

માંજુ હીમા ભાંભોરે નવ ગુનાની કબૂલાત કરી, આઠ ગુનામાં વોન્ટેડ
માંજુ ભાંભોરે ધાનપુર તાલુકાના મેદરી ગામે કિશન ઉર્ફે કેશન સંગોડ સાથે મળી લૂંટ, મેનપુર ગામે પોતાના સાગરિતો સાથે લુંટનો પ્રયાસ, ધાનપુર સરકારી શાળામાંથી ઝેરોક્ષ મશીન, એલસીડી, અને પંખાની ચોરી, ધાનપુર એક દુકાનમાં અરવિંદ ભોરવાવાળા સાથે મળી ચોરી કરી હતી. પીપલોજમાં અરવિંદ ભોરવાવાળા સાથે દુકાનમાં ચોરી કરી હતી. અમદાવાદમાં સોલા ફાટક પાસે મકાન-દુકાનમાં, આણંદના વેરાખાડી ગામે રોડ પરથી એક દુકાનનું કેબિન તોડી ચોરી તેમજ મોરબી મુકામે નદીની આ તરફ એક મકાનમાં રાજુ પરમાર સાથે મળી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. તે લુંટ, હથિયાર, ચોરી સહિતના છ ગુનાઓ ઉપરાંત ધોળકા પોલીસ સ્ટેશનમાં ચોરી અને અમદાવાદ સોલા પોલીસ મથકના ચોરીના ગુનામાં વોન્ટેડ છે.

કિશન સંગોડેએ 19 ગુનાની કબૂલાત કરી હતી
કિશન સંગોડે, માંજુ ભાંભોર અને મનુ મોહનીયા વચ્ચે છેલ્લાં કેટલાંય સમયથી મિત્રતા હતી. અને તેઓ દ્વારા આણંદ-વિદ્યાનગરમાં પણ કેટલાંય ઘર-દુકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવી હતી. હાલમાં પોલીસે તેમની ધરપકડ કરી તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેની પૂછપરછ હાથ ધરી છે.

ધાનપુર તાલુકાના ચોર બારીયા ગામે સાગરિતો સાથે મળી ઘરમાં લુંટ કરી

  • મોઢવા ગામ ખાતે દુકાનમાં ચોરી, મેનપુર ગામ ખાતે લૂંટની કોશિષ કરી
  • નળુ ગામે ગત ચોમાસામાં કરિયાણાની દુકાન તોડી ચોરી કરી હતી.
  • પીપેરો ગામે કેબીન તોડી તેમાંથી પેટ્રોલના કેરબાની ચોરી કરી હતી.
  • બારીયા ગામે દુકાનનુ શટર તોડી તથા મેદરી ગામેથી પશુ ચોરી કર્યા હતા.
  • વડોદરા શહેરમાં અકોટામાં રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરી કરી હતી.
  • માંજલપુર વિસ્તારમાં રેલ્વેની બાજુમાં સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.
  • કલાલી રેલવે ફાટક પાસે પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.
  • વડોદરા સોમા તળાવ પાસે એક મકાનમાં રાત્રિના સમયે ચોરી કરી હતી.
  • વડોદરાની રવિ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં ચોરી કરી હતી.
  • માંજલપુર વિસ્તારમાં બંધ મકાનમાં ચોરી કરી હતી.
  • વડોદરા વડસર સ્વામિનારાયણ મંદિરમાં દાનપેટી, સીસીટીવી કેમેરા, ડીવીઆરની ચોરી કરી હતી.
  • ધ્રોલ ખાતે સહકારી મંડળીમાં અને એગ્રોની દુકાનમાં ચોરી કરી હતી.
  • ગોંડલમાં માર્કેટ યાર્ડમાં રાત્રિનાં સમયે બે દુકાનોમાં શટર તોડી ચોરી કરી હતી.
  • ગોંડલ માર્કેટ યાર્ડમાં આવેલ માતાજીના મંદિરમાં રાખેલી દાન પેટીની ચોરી કરી હતી.
  • કાલાવડ તાલુકાના રણુજા પાસે એક આશ્રમમાં લૂંટ કરી હતી જેમાં સાધુઓને ડરાવી-ધમકાવી રોકડ રકમની લૂંટ કર્યાની ચોકાંવનારી કબૂલાત કરી છે.

મુખ્ય સુત્રધાર કિશન હજુ નવ ગુનામાં વોન્ટેડ છે
કિશન ઉર્ફે કેશન ધાનપુર પોલીસ મથકના હથિયારના બે ગુના, હત્યાનો એક ગુનો, ચોરી-લુંટના બે ગુના, ઉપરાંત દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં જેલમાંથી આરોપીઓ ભગાડવાના ગુનામાં, દામાવાવ પોલીસ સ્ટેશનમાં લુંટ-હથિયારનો ગુનો, ધાનપુર પોલીસ સ્ટેશનના લુંટ-હથિયારના ગુનામાં હજુ વોન્ટેડ છે. ધોળકા, માતર, દેવગઢ બારીયા, રાજગઢ, કોઠ, કરજણ, દામાવાવ, જાંબુઘોડા, ડભોઇ, હાલોલ, લીમખેડા, શહેરા સહિતના 21 પોલીસ સ્ટેશનમાં ધાડ, લૂંટ, ચોરી, હથિયારો, વાહન ચોરી સહિતના ગુના તેના વિરૂદ્ધ નોંધાયા છે અને તેમાં તે પકડાયો છે.

13 આરોપીઓ જેલમાંથી ભાગ્યા હતા
પોલીસની પૂછપરછમાં ભાગી જનારા આરોપીઓમાં હિંમતસિંહ રૂપસિંહ બારીયા, કનુ ઉર્ફે કિશન વાઘા બારીયા, ગબી વિરીયા મોહનીયા, અરવિંદ ઉર્ફે ચચો ભયલા તંબોળીયા, શૈલેષ ભાવસિંહ ભુરીયા, વિજય ઉર્ફે વિજય સરાદર પરમાર, રાકેશ જવા માવી, લસુ ઉર્ફે લક્ષ્મણ મહેતાળ મોહનીયા, મુકેશ ઉર્ફે બાલુ જાલુ બામણીયા, રમેશ પીદીયા પલાસ, અરવિંદ સમરસિંહ કોળી, ગણપત મોહન દેવીપૂજક, કમલેશ થાવરીયાનો સમાવેશ થાય છે.

મનુ મસુલા મોહનીયા વિરૂદ્ધ દસેક ગુના નોંધાયા હતા
મનુ મોહનીયાએ કિશન ઉર્ફે સાથે મળીને વડોદરા શહેર વિસ્તારના અકોટા, કલાલી રેલવે ફાટક, સોમા તળાવ, સહિતના વિસ્તારોમાં ચોરી કરી હતી. આ ઉપરાંત, ગોંડલ માર્કેટ યાર્ડમાં બે દુકાનોના શટર તોડી ચોરી કરી હતી. તેણે કિશન સાથે રહીને દસેક જેટલાં ગુનાને અંજામ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો