ધરપકડ:જિલ્લામાં 3 સ્થળેથી ચાઈનીઝ દોરી સાથે ત્રણ વેપારી ઝડપાયા

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણેય સ્થળ પરથી પોલીસે રૂપિયા નવ હજારનો મુદ્દામાલ કબજે કર્યો

આણંદ જિલ્લામાં ત્રણ સ્થળ જેમાં રાસનોલ, આસોદર અને ખડોલમાંથી ચાઈનીઝ દોરી સાથે ત્રણ વેપારીઓને આણંદ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય સ્થળેથી કુલ રૂપિયા નવ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આંકલાવમાં ખડોલ (હ) ગામના અંબિકા ચોકમાં રહેતા અમિતકુમાર જીવણભાઈ પારેખના ઘરે પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની રૂપિયા ત્રણ હજારની વીસ ફિરકી મળી આવી હતી. પોલીસે તેની પાસેથી રોકડા રૂપિયા 1040 મ‌ળી કુલ રૂપિયા 4040નો મુદ્દામાલ કબજે કર્યો હતો. એ જ રીતે બીજી તરફ આસોદર બ્રિજ નીચેથી પોલીસે બોરસદ ટાઉન હોલ ખાતે રહેતા નિલેશ ઉર્ફે શંભુ મહેશ ઠાકોરને રૂપિયા 4500ના મુદ્દામાલ મળી કુલ 30 ફિરકી સાથે ઝડપી પાડ્યો હતો.

જ્યારે આણંદ તાલુકાના રાસનોલ ગામે દરોડો પાડી ઘોડાપુર સીમમાં રહેતા વિશાલભાઈ વિનુભાઈ ચૌહાણને રૂપિયા 450ની કિંમતના નવ નંગ ફિરકા સાથે ઝડપી પાડ્યા હતા. છેલ્લા અેક સપ્તાહથી ચાઈનીઝ દોરીના ફિરકા લઈને જતા વેપારીઅો ઝડપાય છે પરંતુ આ માલ ક્યાંથી આવે છે તે અેક પ્રશ્ન છે.

ગાનામાંથી 414 ચાઈનીઝ દોરીના ફિરકા સાથે અેક યુવક ઝડપાયો
આણંદ શહેર પાસે આવેલા ગાના ગામમાંથી આણંદ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે રૂપિયા 41 હજારની કિંમતના 414 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા સાથે વેપારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે હાલમાં તે દોરી ક્યાંથી લાવતો હતો તે અંગેની તપાસ હાથ ધરી છે.

ગાના ગામના મહાદેવ મંદિર પાછળ રહેતો બ્રિજ અરવિંદ પટેલ નામના યુવક પાસે ચાઈનીઝ દોરી હોવાની ચોક્કસ બાતમી આણંદ ગ્રામ્ય પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ગાના ગામ સ્થિત તેની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં સિન્થેટીક કોથળાની અંદરથી 414 નંગ ચાઈનીઝ ફિરકા મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 41 હજારની કિંમતના તમામ ફિરકા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...