કોરોનાનો પગપેસારો શિક્ષણક્ષેત્રે:સરદાર પટેલ યુનિવર્સિટી ના હેલ્થ ઓફિસર સહિત ત્રણથી ચાર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક અઠવાડિયા દરમિયાન કરાતા RTPCR ટેસ્ટમાંથી પ્રતિદિન ત્રણથી ચાર કેસ પોઝીટીવ મળે છે

કોરોનાના પગપેસારો હવે શિક્ષણક્ષેત્રે પણ જોવા મળી રહ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન આરોગ્ય કેન્દ્રના હેલ્થ ઓફિસર ઉપરાંત ત્રણથી ચાર વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. નોંધનીય બાબત તો એ છે કે, છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન RTPCR ટેસ્ટનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. અને ટેસ્ટ પૈકી પ્રતિદિન ત્રણથી ચાર લોકો પોઝીટીવ મળી રહ્યા છે.

આ અંગે વાત કરતાં વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, એક અઠવાડિયા અગાઉ પ્રતિદિન દસેક જેટલાં ટેસ્ટ થતા હતા. પરંતુ એ સમયે એટલાં પોઝીટીવ આવતા નહોતા. પરંતુ છેલ્લાં એક અઠવાડિયા દરમિયાન આરટીપીસીઆર ટેસ્ટનું પ્રમાણ પ્રતિદિન વધ્યું છે. પ્રતિદિન પંદરથી વધુ ટેસ્ટ કરવામાં આવે છે, જે પૈકી ત્રણથી ચાર કેસ પોઝીટીવ મળી રહ્યા છે. ખાતે તો યુનિવર્સિટીના આરોગ્ય અધિકારી ઉપરાંત ફિજીક્સ અને સાયકોલોજિના પીએચડીના ત્રણથી ચાર વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે. હાલમાં તમામ આઈસોલેશન હેઠળ છે.

રાસ આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડેન્ટ અને નર્સિંગનો તાલીમાર્થી પોઝિટિવ આવતા હોમ આઇસોલેટ કરાયા
બોરસદ તાલુકાના રાસ સામુહિક આરોગ્ય કેન્દ્રના ગાયનેક તબીબ (સુપ્રિટેન્ડન્ટ) અને નર્સીંગ શીખવા આવતો યુવક કોરોના પોઝિટિવ આવતા બન્નેને હોમઆઇસોલેટ કરવામાં આવ્યા છે. કેન્દ્રના 30 સ્ટાફનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે.

બોરસદ તાલુકામાં રાસ સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડેન્ટ ગાયનેક મહિલા તબીબ બીમાર હતા જેને લઇ તેઓ ઘરે જ આરામ કરી રહ્યા હતા અને તેઓએ ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો તેમજ નર્સીંગ શીખવા આવતો એક યુવક પણ બીમાર હોઈ તેનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ બન્નેના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા બંનેને પોતપોતાના ઘરે હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 30 જેટલા કર્મચારીઓના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે તેવી માંગ
શૈક્ષણિક ક્ષેત્રે વધી રહેલા કોવિડ કેસને પગલે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ, આણંદ જિલ્લા દ્વારા યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના સેમેસ્ટર 1 અને અનુસ્નાતક કક્ષાના સેમસ્ટર 1ની પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે શનિવારે આવેદનપત્ર આપશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધતાં સરકાર દ્વારા ધોરણ 1 થી 9ની શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તમામ વર્ગો ઓનલાઈન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હવે, વિદ્યાનગરના બગીચામાં જવું હશે તો વેક્સિન સર્ટીફિકેટ જોઇશે
આણંદ શહેર સહિત જીલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવાના ભાગરૂપે વિદ્યાનગર નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામા આવ્યા છે. જેના ભાગરૂપે પાલિકાની હદમાં આવેલા તમામ 9 બગીચામાં પ્રવેશવા માટે બીજા ડોઝનું વેક્સિન સર્ટિફીકેટ ફરજિયાતપણે જોઇશે. વિદ્યાનગર પાલિકાના ચીફ ઓફિસર જે.વી પરમારના જણાવ્યા મુજબ આણંદ શહેરમાંથી રેલવે, એસ.ટી. બસ મારફતે મોટી સંખ્યામાં શાળા - કોલેજોમા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે.

બીજીતરફ શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોનાનું પ્રમાણ પણ વધી રહ્યું હોવાથી સાવચેતીના ભાગરૂપે વિદ્યાનગરમાં વેપારીઓ, દુકાનદારો સહિત સૌ નગરજનોને ફરજિયાત માસ્ક પહેરવાની સુચના આપી છે. તદુપરાંત નવ જેટલા બાગ બગીચામાં પણ મોટી સંખ્યામાં લોકો જતા હોવાથી તેમાં પ્રવેશ માટે માસ્ક અને વેક્સિનેશનનું સર્ટિફીકેટ ફરજિયાત બનાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...