ધક્કામુક્કી:આણંદ નવા બસ સ્ટેન્ડમાં ધક્કામુક્કી ત્રણ વિદ્યાર્થીઓ પટકાયા : એક ગંભીર

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ વિદ્યાર્થિનીઓને બસના ચાલકે અડફેટે લેવાની ઘટના બની હતી

આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડમાં શુક્રવારે સાંજે વડોદરા તરફ જતી બસમાં ચઢવા જતાં બે વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની સહિત ત્રણ ધક્કામુક્કી થતાં નીચે પટકાયા હતા. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આણંદ શહેર પોલીસે જાણવાજોગ નોંધી તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ત્રણ માસ અગાઉ નવા બસ સ્ટેન્ડમાં ઉમરેઠની બે શાળાની વિદ્યાર્થિનીઓને બસના ચાલકે અડફેટે લીધા હોવાની ઘટના બની હતી.

આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડમાં શુક્રવારે સાંજે એક ઘટના બની હતી. જેમાં પેટલાદ ડેપોની સોજિત્રાથી વડોદરા તરફ જતી બસ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ડેપોમાં આવી ચઢી હતી. દરમિયાન, એ સમયે આણંદની આસપાસની કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થીઓની ભીડ વધુ હોય ચાલુ બસમાં ચઢવા માટે વિદ્યાર્થીઓ સહિત અન્ય મુસાફરોમાં ધક્કામુક્કી થઈ હતી. જોકે, બસના ચાલક બસ હંકારતો હતો અને ધક્કામુક્કી થતાં એ જ સમયે બે વિદ્યાર્થી, એક વિદ્યાર્થિની ભીડમાં નીચે પટકાયા હતા. જેમાં તેમને પગ અને હાથે ગંભીર ઈજા પહોંચી હતી.

આ બનાવને પગલે લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્તોમાં ધ્રુવિ જે પટેલ (રહે. કંથારીયા), વિશાલગીરી ગિરજાશંકર ગુપ્તા અને સિદ્ધરાજસિંહ રાઠોડ (બંને રહે. વડોદરા)ને ઈજા પહોંચી હતી. ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં સિદ્ધરાજસિંહ રાઠોડને ગંભીર ઈજા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...