ચોરી:વણસોલમાં BSNLના મોબાઈલ ટાવરમાંથી 21 બેટરીની ચોરી કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદમાં ચોર તત્વો ચોરી કરવા અવનવી તરકીબો અજમાવે છે.વળી જ્યાં પોલીસ અને સામાન્યજનની કલ્પના પણ ન હોય તેવી વસ્તુઓની ચોરીની ઘટના સામે આવતી જાય છે.આણંદના મોબાઈલ ટાવરોમાંથી થયેલ બેટરી ચોરીનો ભેદ ઉકેલવામાં ભાલેજ પોલીસને સફળતા મળી છે.ભાલેજ પોલીસે બાતમીને આધારે ત્રણ ઈસમોની ચોરીની બેટરી સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાલેજ ગઈકાલે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી.તે દરમિયાન બાતમી મળી હતી કે, થોડા દિવસ પહેલા વણસોલ બી.એસ. એન.એલ ટાવર માંથી મોબાઈલ ટાવરની બેટરીઓની ચોરી થઈ હતી. તે મોબાઇલ ટાવરની બેટરી વણસોલ ગામે પીપળાવાળા ફળિયા સામે આવેલા પીપળાના ઝાડ નજીક જુના ઢોર પુરવાના ડબ્બાની જગ્યાએ સંતાડેલ છે અને આ ચોરીનો મુદ્દામાલ વણસોલ ગામમાં રહેતો કિરીટ ઉર્ફે ચકો ભગવાનસિંહ અઢીયેલ તથા બીજા બે ઈસમો વેચવાના ઇરાદે ઊભા છે તેવી માહિતી મળી હતી.

ભાલેજ પોલીસે આ બાતમીને આધારે પોલીસની ટીમ ઉપયુકત સ્થળે પહોંચી ગઈ હતી. અને ઢોર પુરવાના ડબ્બા ની જગ્યાએ તપાસ કરતા 21 નંગ બેટરી મળી આવી હતી. તથા બે તોડેલી બેટરી મળી આવી હતી. તેની સાથે પોલીસે ચોરી કરનાર કિરીટ ઉર્ફે પકો અઢીયેલ, ઘનશ્યામભાઈ ઉર્ફે ભીખો મોતીભાઈ બારોટ તથા ભરત ઉર્ફે ભોલો નટુભાઈ રાજ ત્રણેય રહે, વણસોલ ને ઝડપી પાડ્યા હતા પોલીસે ત્રણેય ની પૂછપરત કરતા તેઓએ વણસોલ બી.એસ.એન.એલ. ટાવરમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ કબુલાતના આધારે પોલીસે ત્રણેય વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...