• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Three Passengers, Including The Rickshaw Driver, Were Injured When A Truck Collided With Them On The Manaj Garnala Service Road In Petlad

અકસ્માત:પેટલાદના માણેજ ગરનાળા સર્વિસ રોડ ઉપર ટ્રકની ટક્કરે રીક્ષા ડ્રાઇવર સહિત ત્રણ મુસાફરો ઈજાગ્રસ્ત થયા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રીક્ષામાં સવાર મુસાફર રાજેન્દ્રભાઈનો ડાબો પગ સાથળથી ભાંગી ગયો

પેટલાદ તાલુકાના માણેક ગરનાળા સર્વિસ રોડ તારાપુર ધર્મજ હાઇવે રોડ ઉપર પૂરઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે રીક્ષાને ધડાકાભેર અથડાવતા રીક્ષા ચાલક સહિત રીક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરોને ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે પેટલાદ રૂરલ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માત નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ તાલુકાના નાર ગામના ભીખાભાઈ રામાભાઈ તળપદાનો દીકરો ગોવિંદ રિક્ષા ચલાવે છે.ગઈકાલે 10 સપ્ટેમ્બર 2022ના ગોવિંદ રિક્ષા લઈને ધંધા અર્થે ગયો હતો. આ દરમ્યાન સાંજના સમયે ગોવિંદ રિક્ષામાં મુસાફરો ભરી માણેજ ગરનાળા સર્વિસ રોડ તારાપુર ધર્મજ હાઈવે રોડ ઉપરથી પસાર થતો હતો. તે સમયે પુરઝડપે આવી ચઢેલા ટ્રક ના ચાલકે પોતાની ટ્રકને રિક્ષામાં ધડાકાભેર અથડાવતા રીક્ષા ચાલક ગોવિંદને માથાના ભાગે તથા રિક્ષામાં સવાર ત્રણ મુસાફરને શરીરે ઈજાઓ થવા હતી. જ્યારે ત્રણ મુસાફરો પૈકી રાજેન્દ્રભાઈનો ડાબો પગ સાથળથી ભાગી જતા ગંભીર ઇજાઓ થવા પામી હતી.આ ઘટનાને લઈને આજુ બાજુના લોકો દોડી આવ્યાં હતાં. ત્યારબાદ 108 મોબાઇલ વાન દ્વારા ઇજા પામેલા ચારે જણને તારાપુર સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ભીખાભાઈ રામાભાઈ તળપદા એ પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...