હુમલો:આણંદમાં યુવક પર ત્રણ શખસનો હુમલો, 'તુ મને ઓળખતો નથી' તેમ કહી માથામાં પાઇપ મારી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આણંદ શહેરના લોટીયા ભાગોળમાં રહેતા શખસે મોબાઇલ પર અપશબ્દ બોલ્યા બાદ યુવકને જઇ પાઇપ મારી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગે શહેર પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધ્યો હતો.

આણંદના માનીયાની ખાડ ખાતે રહેતો પ્રતિક મનુભાઈ ઠાકોર 16મી ઓક્ટોબર રાત્રિના આશરે પોણા બાર વાગ્યાની આસપાસ આણંદના અંબાજી મંદિર પાછળ બેઠાં હતાં. તે દરમિયાન તેના મિત્ર ભદ્રેશ ચાવડાના ફોન પરથી કોઇએ ફોન કરી જણાવ્યું હતું કે, હું મિહિર ગોહેલ બોલું છું. તેમ કહી અપશબ્દ બોલવા લાગ્યો હતો. પ્રતિકે મિહિર ગોહેલને ઓળખતો ન હોવાનું જણાવતાં તે વધુ ઉશ્કેરાયો હતો અને આખી ભાગોળ ઓળખે છે. તેમ કહી તેના મિત્રો સાથે અંબાજી મંદિર પાછળ પ્રતિક પાસે પહોંચી ગયો હતો. મિહિર ગોહેલ, પ્રકાશ ઠાકોર મીત ઉર્ફે ભયલુ ચાવડા પાસે લોખંડની પાઇપ હતી. તેઓએ અપશબ્દ બોલી પ્રતિક પર હુમલો કર્યો હતો. જેમાં મિહિર ગોહેલે હાથમાની લોખંડની પાઇપની ઝાપટ મારવા જતાં ફટકો માથામાં વાગ્યો હતો. જેને કારણે ગંભીર ઇજા પહોંચી હતી. આથી, તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે મીત ઉર્ફે ભયલુ ચાવડા, પ્રકાશ ઠાકોર અને મિહિર ગોહેલ (રહે. અંબિકા ચોક, આણંદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...