ચૂંટણી 2022:ખંભાત, પેટલાદ, આંકલાવ બેઠક પર ત્રણ અપક્ષે ફોર્મ પરત ખેંચ્યા

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 બેઠકો પર એક પણ ઉમેદવારી પત્ર પરત ન ખેંચાયું
  • અપક્ષ ઉમેદવારોને મનાવવા રાજકીય પક્ષોના ધમપછાડા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. 5 મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર હોઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે કુલ મળી 154 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા32ઉમેદવારી પત્રો રદ થયા હતા. જ્યારે શનિવારના રોજ જિલ્લાના 7 વિધાનસભામાં કુલ મળી 3 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.

જે પૈકી 108 ખંભાત બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર શૈલેશભાઇ રમેશચંદ્ર પંડ્યા, 110-આંકલાવ બેઠકના અપક્ષ ઉમેદવાર પિયુષકુમાર જીતસિંહ રાજ અને113-પેટલાદ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જતીનભાઇ રમેશભાઇ સોલંકીએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. જ્યારે બોરસદ, -ઉમરેઠ, -આણંદ અને -સોજીત્રા વિધાનસભા મતદાર વિભાગમાં આજે કોઇ ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા નથી તેમ સંબંધિત મતદાર વિભાગના ચુંટણી અધિકારીએ જણાવ્યું છે. નોંધનીય છે કે તા.21 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે

અન્ય સમાચારો પણ છે...