કાર્યવાહી:રાત્રિના સમયે ઓવરલોડ રેતી -કપચીની હેરાફેરી કરતાં ત્રણ ડમ્પરો સીઝ કરાયા

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ ખાણખનીજ વિભાગે દરોડા પાડી ત્રણ ડમ્પર માલિકોને નોટિસ ફટકારી કાર્યવાહી કરાશે

જિલ્લામાં ભૂમાફિયાઓ રોયલ્ટી ચોરીના જુદા જુદા નુશખાઓ અપનાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગે ફરિયાદોના પગલે રોયલ્ટી ચોરી થતી અટકાવવાના ભાગરૂપે ઝુંબેશ હાથ ધરાઇ છે. તંત્રની ટીમોએ રાત્રિના સમયે ચેકીંગ કાર્યવાહી હાથ ધરતાં ઓવરલોડ રેતી કપચી ભરીને હેરાફેરી કરતાં ત્રણ ડમ્પરોને તારાપુર અને ખંભોળજ વિસ્તારમાંથી ઝડપી પાડીને પોલીસ મથકે મુકાવી દીધા હતા. તંત્રએ અધિનયમ મુજબ રૂ.90 લાખનો મુદામાલ જપ્ત કરીને ટુંક સમયમાં ભૂમાફિયાની નોટીસ ફટકારીને કાર્યવાહી હાથ ધરાશે.

ખંભોળજ, લાલપુરા, ખાનપુર, વહેરાખાડી , ખેરડા સહિત તારાપુર પંથકમાં ગેરકાયદે રેતી કપચીની હેરાફેરી કરવામાં આવતી હોય છે. જો કે ભૂમાફિયાની આણંદ શહેરમાં બિલ્ડરોને રોયલ્ટી ચોરી કરીને સસ્તા ભાવે રેતી કપચી પૂરી પાડીને વધુ નાંણા કમાતા હોવાની ચર્ચાઓ ઉઠી હતી. તેમજ રાત્રિના સમયે ખાણ ખનીજ વિભાગની ટીમો દ્વારા ચેકીંગ કરવામાં નહીં આવતું હોવાથી ભૂમાફિયાઓ રાત્રિના સમયે ખનીજ ચોરી કરવાનો વિકલ્પ વધુ અપનાવી રહ્યાં છે.

બીજી તરફ આરટીઓ કચેરીમાં કંપનીના ટ્રકોમાં ખોટુ વજન બતાવવુ સહિત વજન કાંટાઓમાં વજન મુજબ ઓછું હોવા છતાં વધુ વજન બતાવીને રેતી કપચી માલ વધુ ભરીને ચોરી કરાવવામાં આવતાં હોવાના નુશખાઓ અપનાવી રહ્યાં છે. આથી આણંદ જિલ્લા ખાણ ખનીજ વિભાગે રોયલ્ટી ચોરી અટકાવવાના ભાગરૂપે ટીમો બનાવીને રાત્રિના સમયે ઠેર ઠેર ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેના ભાગરૂપે તારાપુર મોટી ચોકડી પાસેથી બે અને ખંભોળજ પાસે એક ડમ્પર ઓવરલોડ રેતી કપચી ભરેલા ડમ્પરોને ડમ્પરના ચાલકોે રોયલ્ટી ચોરી કરવામાં આવી હોવાનું તપાસ ખુલતા રૂા 90 લાખનો મુદામાલ સીઝ કરીને પોલીસ મથકે મુકાવી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...