તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ચરોતરમાં બે સિસ્ટમ સક્રિય થતાં ત્રણ દિવસ વરસાદની વકી

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નૈઋત્યનું ચોમાસુ ધીમે ધીમે ગુજરાત તરફ વધી રહ્યું છે
  • શનિવારે ગરમીનો પારો 36.5 ડિગ્રી પર પહોંચ્યો

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસુ બેસી ગયું છે. પરંતુ છેલ્લા 15 દિવસથી આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં વરસાદ ખેંચાતા જગતનો તાત સહિત સૌ કોઈની ચિંતામાં વધારો થયો છે. જો કે, રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી ત્રણ દિવસ દરમિયાન ચરોતર સહિત સમગ્ર રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે શનિવાર બપોર બાદ પંથકના વાતાવરણમાં અેકા અેક પલટાની સાથે વાદળો છવાતાં પુનઃ વરસાદી માહોલ સર્જાયા હતો.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે આણંદ શહેર સહિત સમગ્ર પંથકમાં મહત્તમ તાપમાનનો પારો 36.5 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાનનો પારો 28.5 ડિગ્રી નોધાયો હતો. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા અને પવનની ગતિ 7.1 કિ.મી પ્રતિ કલાકની નોધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં નૈઋત્યનું ચોમાસુ વધુ મજબૂત થયું તેમજ બંગાળની ખાડીમાં સક્રિય થયેલું અપ અેર સરક્યુલેશન પણ ધીમે ધીમે ગુજરાત તરફ વધી રહ્યું છે. આમ અેક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં અાગામી ત્રણ દિવસોમાં અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શકયતાઓ હવામાન િવભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે .

અન્ય સમાચારો પણ છે...