ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારાનો મામલો:16 શખ્સોએ મળી કાવતરાને અંજામ આપ્યાનો ખુલાસો, સમગ્ર મામલાની તપાસ SIT કરશે

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજાક ઉર્ફે મૌલવીએ હિંસાના કાવતરાનું મુખ્ય પ્લાનિંગ કર્યું હતું
  • મુખ્ય 6 આરોપીઓએ અન્ય 16 શખ્સો સાથે મળીને કવતરાને અંજામ આપ્યો

ખંભાતમાં રામનવમીના દિવસે ભગવાન રામની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા પ્રકરણમાં પોલીસે તપાસના અંતે ઘટસ્ફોટ કર્યો છે. આ સમગ્ર મામલો પૂર્વ આયોજીત કાવતરું હોવાનું અને ભવિષ્યમાં શોભાયાત્રા ન નિકળે તેવો સબક શીખવવા અચાનકથી પ્રચંડ જીવલેણ હુમલો કરી શહેરમાં ડરનો માહોલ ઉભો કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે પોલીસે 16 વ્યક્તિની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે હુમલા બાદ ઉભી થનાર તમામ સંભવિત પરિસ્થિતિ અંગે પણ ફન્ડિંગ સાથેનું સંપૂર્ણ આયોજન કરાયું હતું.

પૂર્વ આયોજીત કાવતરૂ હતુંખંભાતના શક્કરપુરામાં રામનવમીના દિવસે નિકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જે બાબતે આસીસ્ટન્ટ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા વિવિધ ત્રણ ટીમ બનાવી રચના કરવામાં આવી હતી. જેમાં કુલ 11 ની અટક કરવામાં આવી છે. જેમાં 9ના રિમાન્ડ લેવામાં આવ્યાં છે. જ્યારે 2ની અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ સમગ્ર પ્રકરણની પુછપરછ અને પકડાયેલા શખસોના મોબાઇલની ફોરેન્સીક રીકવરી સાયબર ક્રાઈમ દ્વારા કરવામાં આવતાં ડીલીટ કરેલા ચેટ તેમજ કોલ રેકોર્ડીંગ મળી આવ્યાં છે. જે તેમના દ્વારા પુરાવા છુપાવવા કરાયેલા કૃત્ય છે. રીકવર કરેલા ડેટા તેમજ પુછપરછ દરમિયાન સામે આવેલા ઘણા સમયતી સોશ્યલ મિડિયામાં ચાલતા ઉશ્કેરણીજનક વિડીયો તેમજ મેસેજ જોઇને પ્રભાવીત થતાં એક પૂર્વ આયોજીત કાવતરૂં રચેલું હતું. આ કાવતરાના ભાગરૂપે તહેવારો દરમિયાન સરઘસ તેમજ શોભાયાત્રાઓ કાઢવામાં આવે છે જે બંધ કરાવી દેવાના આશયથી આ શોભાયાત્રાને નિકળતા સમયે જ હુમલો કરી ભવિષ્યમાં શોભાયાત્રા ન નિકળે તેવો સબક શીખવવા અચાનકથી પ્રચંડ જીવલેણ હુમલો કરી શહેરમાં ડરનો માહોલ ઉભો કરવા માટે કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાંમાં કુલ છ વ્યક્તિના નામ ખુલ્યાં હતાં. જેમણે શોભાયાત્રામાં ભાંગફોડ કરવા યુવાનોને સાથે રાખી આયોજન કર્યું હતું.

ખંભાત પોલીસે પકડાયેલા શખસોની પુછપરછ કરતાં તોફાન પાછળ રહેલી માહિતીનો ઘટસ્ફોટ થયો હતો. ખંભાતમાં પોતાનું પ્રભુત્વ બતાવવા અને પોતાને ખ્યાતી મળે તેવી વિકૃત માનસિકતા સાથે આ કાવતરૂં ઘડ્યું હતું. આ આયોજન અતિ ખાનગી રીતે પોતાની સાથેના પાંચથી સાત જણને ફક્ત જરૂરી માહિતી જ આપી હતી.આ અંગે વિદેશી ફન્ડિંગ અને આતંકી સંગઠનો સાથે સંપર્ક છે કે કેમ તે અંગે પણ સઘન તપાસ હજુ ચાલી રહી છે.

મુખ્ય સુત્રધારો દ્વારા છેલ્લા બે ત્રણ દિવસમાં જુદી જુદી જગ્યાએ અત્યંત ખાનગી રાહે મીટીંગ કરવામાં આવી હતી અને દરેક મુખ્ય કાવતરાખોરોએ અલગ અલગ જવાબદારીઓ ઉપાડી હતી. જેમાં બનાવ બન્યા બાદ આરોપીઓને ક્યાં સંતાડવા, નાસતા ફરતા હોય તે સમયે રહેવાની વ્યવસ્થા કરવી, અટક થયા બાદ કાયદાકીય પ્રક્રિયામાં મદદ કરવી, આરોપીઓના કુટુંબીજનોને આર્થીક મદદ કરવી, આ ગુનો થયા બાદ જે પણ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે, તેનો તમામ ખર્ચ રઝાક હુસૈન ઉર્ફે પટેલ ઉર્ફે મોલવી અયુબ મલેક (રહે.શકરપુર) ઉપાડશે. તેઓ જેલમાં જનારા આરોપીઓની ઘરની જવાબદારી પણ નિભાવશે. આ ખર્ચની રકમ માટે મસ્જીદ તેમજ વિસ્તારમાં ચાદર ફેરવી ફંડ ઉભુ કરવામાં આવશે. આ લોકોના જિલ્લા બહાર કેટલાક આવી માનસિકતા ધરાવતા લોકો સાથે પ્રાથમિક સંપર્કો હોવાનું ખુલ્યું છે. જે બાબતે તપાસ ચાલુ છે.

ડીજેના ગીત બંધ કરાવવા બાબતે તકરાર કરી પોલીસનું ધ્યાન ભટકાવ્યું
શોભાયાત્રા સાથે પોલીસ બંદોબસ્ત હોવાથી નક્કી કર્યા મુજબ રઝાક હુસેન ઉર્ફે પટેલ ઉર્ફે મોલવી અયુબ મલેક, વાસીલ વાહીદ મલેક, વસીમ રસીદ મલેક ત્રણેયએ આવી ડીજેના ગીત બંધ કરાવવા બાબતે તકરાર કરી હતી. જેથી પોલીસનું ધ્યાન બીજી તરફ દોરાતાં પાછળથી અચાનક પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

કોમી એખલાસના મેસેજ ફેલાવી પોલીસને મદદ કરી રહ્યાની છાપ ઉપસાવી
મુખ્ય સુત્રધારએ પોતાનું અને પોતાના કુટુંબના સભ્યોની ગુનામાં સંડોવણી ન ખુલે તે હેતુથી આગલા દિવસે કોમી એખલાસ જળવાઇ રહે તે પ્રકારેના મેસેજ ફેલાવી પોતે પ્રશાસનને મદદ કરી રહ્યા હોવાની છાપ ઉભી કરી હતી. તેમજ રઝાક હુસૈન ઉર્ફે પટેલ ઉર્ફે મોલવી અયુબ મલેકે પોતાના દીકરાને શહેરથી દુર મોકલી આપ્યો હતો. જે અનુસંધાને આરોપીઓ જિલ્લા બહાર જઇ ખંભાતમાં હાજર નથી તેવું ફલિત કરવા કેટલાક વીડીયો ઉતારી અપલોડ કર્યાં હતાં. અમુક કાવતરાકોરો સ્થળ પર હાજર ન રહી ટેલિફોનથી સંપર્કમાં હોવાનું પણ તપાસ દરમિયાન ખુલ્યું હતું.

કાવતરાના મુખ્ય સુત્રધાર કોણ કોણ ?
રઝાક હુસૈન ઉર્ફે પટેલ ઉર્ફે મોલવી અયુબ મલેક (રહે.શક્કરપુર), માજીદ ઉર્ફે માદલો યાસીન મલેક (રહે.શક્કરપુર), જમશેદ જોરાવર પઠાણ (રહે.સીલ્વા), મુસ્તકીમ ઉર્ફે મૌલવી યુનુસ વ્હોરા (રહે.ખંભાત), મહંમદસઇદ ઉર્ફે નાનો બચ્ચો સીરાજ મલેક (રહે.ખંભાત), મતીન યુનુસ વ્હોરા (રહે.ખંભાત)

પથ્થરમારામાં કોણ કોણ જોડાયું ?
વાસીલ વાહીદ મલેક (રહે.શક્કરપુર), સાદાબ મયુ મલેક (રહે.શક્કરપુર), તારીખ ઉર્ફે ગલ્લાવાળો યુસુફ મલેક (રહે.શક્કરપુર), વસીમ રસીદ મલેક (રહે.શક્કરપુર), મુબીન ઉર્ફે મુબલા મુનાફ મલેક (રહે.શક્કરપુર), સાલીમ ભાણો (રહે.શક્કરપુર), મોઇન ઉર્ફે અલટી યુસુફ મલેક (રહે.શક્કરપુર), શોએબ ગોયા (રહે.ખંભાત), સઇદઉલ્લા ઉર્ફે ખબીશ (રહે.અકબરપુર), શહેબાજ ઉર્ફે જાડીયો (રહે.અકબરપુર), ફિરોઝ ઉર્ફે ફન્ટર (રહે.અકબરપુર), નાસીર જાકીર (રહે.સાલ્વા), ચીના (રહે.સાલ્વા), અખ્તર (રહે.સાલ્વા), જોન ઉર્ફે બાબા (રહે.સાલ્વા), અરબાઝ ઉર્ફે સુલતાન (રહે.સાલ્વા).

પોતાનું પ્રભુત્વ જમાવવા અને ભય ફેલાવવાના હેતુથી તોફાનો કરાવાયા
ખંભાતમાં કોમી હુલ્લડ બાદ પકડાયેલા આરોપીઓ હાલ ચાર દિવસના રિમાન્ડ પર છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ કબુલ્યું હતું કે, ખંભાતમાં પોતાનું પ્રભુત્વ અને ખૌફ રહે તેમજ ભવિષ્યમાં ક્યારેય હિન્દુ સમાજ શોભાયાત્રા કાઢવાની હિંમત ન કરે તેવો હેતુ હતો.

માધવલાલ શાહ સ્કૂલના શિક્ષકની પૂછપરછ
થોડાં સમય અગાઉ કેટલાંક લોકોએ માધવલાલ શાહ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષક શૈલેષ રાઠોડ સાથે મુલાકાત કરી હતી. જોકે, આ ઘટના બાબતે કોઈ શખસે પોલીસને જાણ કરતાં તેમની પૂછપરછ કરી હતી. પોલીસ વડાએ કહ્યું હતું કે, હજુ તપાસ ચાલી રહી છે.

કાવતરાના મુખ્ય સુત્રધારને ઓળખી કાઢવામાં આવ્યા

  • રઝાક હુસૈન ઉર્ફે પટેલ ઉર્ફે મૌલવી અયુબ મલેક (રહે.શક્કરપુર)
  • માજીદ ઉર્ફે માદલો યાસીન મલેક (રહે.શક્કરપુર)
  • જમશેદ જોરાવર પઠાણ (રહે સીલ્વા)
  • મુસ્તકીમ ઉર્ફે મૌલવી યુનુસ વ્હોરા (રહે.ખંભાત)
  • મહંમદસઇદ ઉર્ફે નાનો બચ્ચો સિરાજ મલેક (રહે.ખંભાત),
  • મતીન યુનુસ વ્હોરા (રહે.ખંભાત)
અન્ય સમાચારો પણ છે...